તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 17th March 2025
ઘેર બેઠા કમાવવાની લાલચ આપી કચ્છમાં ૨૩ લાખની ઠગાઈ કરનાર અમરેલીના બે શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર
પાંચ પૈકી બે આરોપીઓ બાબરાના, એક મેથલી, એક જરખીયા અને એક સણોસરા (ભાવનગર)નો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : ઓન લાઈન રૂપિયા કમાવવાની લાલચમાં રૂપિયા ગુમાવવાના બનાવો સામે આવ્યા બાદ પણ લોકો છેતરાઈ રહ્યા છે. ગાંધીધામના સેક્ટર ૭ માં રહેતા લક્ષ્મણ ગાભાભાઈ ગચાએ ઘેર બેઠા કમાવવાની લાલચે ગત ૨૯/૧૧/૨૪ થી ૧૦/૧/૨૫ દરમ્યાન ૨૩,૦૮,૪૧૦ રૂપિયા ગુમાવ્યા અંગે ઠગાઈની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવી હતી. આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન તળે પીઆઈ એસ.વી. ગોજીયાએ હાથ ધરેલ બેંક એકાઉન્ટ્સ, એટીએમ અને સીસી ટીવી તપાસ કરી અમરેલીના બાબરાના અમીરઇકબાલ સુયદ અને મેથલીના અરવિંદ નારણ ડાભીની ધરપકડ કરી છે. જ્યારે અમરેલી જિલ્લાના બાબરાના અકરમ મહેતર, જરખીયાના ગોપાલ ભરવાડ અને ભાવનગરના સણોસરાના મિલન રાઠોડ ફરાર છે તેમને પકડવાના બાકી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
