<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

વિસાવદરના ખંભાળિયા ગામના સરપંચના પતિ પર લોખંડના પાઇપ વડે હુમલો

બોલાચાલી નહીં કરવા ઠપકો આપતાં હુમલો કર્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: વિસાવદરના ખંભાળિયા ગામના સરપંચના પતિ ઉપર શખ્‍સે પાઇપ વડે હુમલો કરતા પ્રૌઢને સારવારમાં ખસેડાયા હતા.

વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામમાં રહેતા ૪૮ વર્ષીય અરવિંદભાઈ ભીખાભાઈ મકવાણા ખેતી કામ કરી ગુજરાત ચલાવે છે જ્‍યારે તેમના પત્‍ની છેલ્લા ત્રણ વર્ષથી ગામના સરપંચ તરીકે સેવા આપે છે. શનિવારે રાત્રે ૮ વાગ્‍યે અરવિંદભાઈ બાઈક પર બેસીને ગામના પાદરમાં આવેલ પાનની દુકાન પાસેથી નીકળ્‍યા હતા ત્‍યારે દુકાનદાર સાથે કિશોર ઉર્ફે ભાણો હરિભાઈ માલણીયા માથાકૂટ કરતો હતો. આથી તેને ઠપકો આપતા શખ્‍સે ઉશ્‍કેરાઈ જઈને જાતિ વિષયક અપશબ્‍દો બોલી અપમાનિત કરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં અરવિંદભાઈને ગંભીર પ્રકારની ઈજા થતાં ચાંપરડા ખાતેની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાને લઈ પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(૬.૧)

(1:22 PM IST)