<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

તરવડા ગામે ભાદર નદીમાં મરેલી માછલીઓ જોવા મળી

 

(ધર્મેશ બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૧૭: જામકંડોરણા તાલુકાના તરવડા ગામ માં આવેલ ભાદર નદી માં બે ત્રણ દિવસ થી માછલી ઓ મરતી હોય અને હજારો ની સંખ્‍યામાં માછલી ઓ જોવા મળેલ ત્‍યારે આ તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં સ્‍થાનિકનાં જણાવ્‍યા અનુસાર બે ત્રણ વર્ષ પહેલાં પણ હજારો ની સંખ્‍યામાં મરેલી માછલી ઓ આજ નદી માં જોવા મળેલ તેવો બનાવ બન્‍યો હતો અને આ વખતે પણ આજ પ્રકારે માછલી ઓ મરેલી જોવા મળેલ ત્‍યારે પ્રદુષિત પાણીને કારણે બનાવ બન્‍યો છે કે પછી કોઈ અન્‍ય કારણોસર આટલી બધી માછલીઓ મરી રહી છે તેને તાત્‍કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ને કડક સજા આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(11:00 AM IST)