News of Monday, 17th March 2025
વિઠલાપુર ચોકડી પાસે પીછો કરી ઝડપેલી કારમાંથી
પોણા ત્રણ લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

વઢવાણ તા૧૭: સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર જાણે કે દારૂની હેરાફેરી બે રોકટોક ચાલી રહી છે અને અનેક જગ્યાએ દારૂ સપ્લાય થતો હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે વિઠલાપુર ચોકડી પાસેથી વિદેશી દારૂની ૫૪૦ બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત નો રૂપિયા ૭.૮૪ લાખનો મુદ્દામાલ જપ કરી અને ઝડપાયેલા શખ્સો અને દારૂ ભરી આપનાર અને મંગાવનાર સામેકાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વિઠલાપુર પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હતી એક કાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો રોજ ગામ તરફથી વિઠલાપુર ચોકડી તરફ આવવાનો છે જેથી પોલીસ વિઠલાપુર ચોકડી ખાતે વોચ ગોઠવી હતી ત્યારે કાર ત્યાંથી નીકળતા પોલીસે કારચાલકને ગાડી ઊભી રાખવાનો ઈશારો કરેલ પરંતુ ગાડી ઊભી રાખેલ નહીં અને પૂરપાટ ઝડપે ભગાડી મૂકવામાં આવેલ ત્યારે ફિલ્મી ઢબે પીછો કરી અને વિઠલાપુર હાઇવે ઉપર કારનો કબજો કરી લઈ દારૂ ની બોટલ નંગ ૫૪૦ જેની કિંમત ઈં ૨,૭૦,૦૦૦ તેમજ પાંચ લાખની કાર કરતા મોબાઈલ જેની કિંમત ૧૪૦૦૦ રૂપિયા મળી કુલ ઈં ૭,૮૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું.(૩૮.૧૪)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
