<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જોરાવર નગર રેલ્‍વે સ્‍ટેશને દાળ ની ફેરી કરતા શખ્‍સ પાસેથી દારૂ ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: સુરેન્‍દ્રનગર રેલવે પોલીસે ચેકિંગ તેમજ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન કોચું વેલી ભાવનગર એક્‍સપ્રેસ ટ્રેનમાંથી જોરાવર નગર રેલવે સ્‍ટેશન ખાતેથી દાળની ફેરી કરતો શારા શંકાસ્‍પદ હાલતમાં જણાય આવતા તેની પૂછપરછ અને તલાશી લેતા તેની પાસેથી બે ઇંગ્‍લિશ દારૂની બોટલો મળી આવી હતી જે અંગે ઝડપ ભુરાભાઈ અરજણભાઈ રહેવાસી રાણપુર વાળા સામે રેલવે પોલીસ મથકે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્‍યારે બીજા બનાવવામાં થાન રેલવે સ્‍ટેશન પર પીડબલ્‍યુ ઓફિસ પાસેથી શામજીભાઈ કરમશીભાઈ રહેવાસી પાંજવાણી તાલુકો ચોટીલા વાળા ને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી પાડ્‍યા હતા અને ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(૩૮.૧૩)

(11:25 AM IST)