હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th March 2025
ઘોડીપાસાની કલબમાં વઢવાણ બી ડિવિઝનના ત્રણ પોલીસનો ભોગ લેવાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: એવામાં સુરેન્દ્રનગર બી. ડીવીઝન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઘોડીપાસાના જુગારધામ ઉપર તાજેતરમાં રેડ કરી હતી. રેડ દરમ્યાન રોકડા ૫.૪૧ લાખ રોકડા શહિત ૨૩ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડયાએ તપાસ કરાવતા બેદરકારી દેખાતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નરેન્દ્રસિહ ડી.ચુડાસમા, શકિતસિંહ પનુભા વાઘેલા અને અજીતસિહ સોલંકી સહિત ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે.
શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી જુગાર ધમધમતા હોવાનું સામે આવ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઈ પૂરતા પગલાં લેવાતા વિજિલન્સની ટીમ દરોડાની કાર્યવાહી આદરી હતી. જો કે, વિજિલન્સની ટીમે ઘોડી પાસાનો જુગાર રમતા નવ શખ્સોની અટકાયત કરી હતી.(૩૮.૧૦)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
