News of Monday, 17th March 2025
ભાવનગરમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘનાં હોદ્દેદારો પ્રમુખ બંકિમભાઈ મહેતા, સંઘ ઉપપ્રમુખ વાસુદેવભાઈ જોષી, મહામંત્રી સંજયભાઈ દવે સહિતના ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ તા: ૧૬/૦૩/૨૫, રવિવાર ના રોજ ભાવનગર મુકામે સાંજે 6 કલાકે યોજાઈ હતી.
આ બેઠક માં સુનિશ્ચિત થયેલ એજન્ડા ઉપરાંત પ્રમુખ સ્થાને થી લેવાયેલ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી,તેમજ દરેક મુદ્દાઓ માટે જ્ઞાતિહિતને ધ્યાનમાં રાખી સર્વાનુમતે નિર્ણયો કરવામાં આવ્યા હતા.
બેઠકમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘનાં હોદ્દેદારો પ્રમુખ બંકિમભાઈ મહેતા, સંઘ ઉપપ્રમુખ વાસુદેવભાઈ જોષી, મહામંત્રી સંજયભાઈ દવે, સહમંત્રી જીતુભાઈ બોરીસાગર, ખજાનચી ભવસુખભાઈ મંડીર,ઓડિટર કમલેશભાઈ ભરાડ ,સહ ઓડિટર ભરતભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની ટીમે જહેમત ઉઠાવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
