<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે પાટોત્‍સવ

 

જુનાગઢ : શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે શ્રી હરિકળષ્‍ણ મહારાજનો ૧૬૫મો પાટોત્‍સવ ઉજવાયો હતો.પાટોત્‍સવમાં સંતો તથા ૫૦૦૦ થી વધારે હરિભક્‍તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો. બધા જ દેવોને અભિષેક,પૂજા,શણગાર આરતી, અન્નકૂટ વગેરે ભવ્‍ય કાર્યક્રમો થયા.પાટોત્‍સવના મનોરથી મુંબઈના પાર્થ મિતેશભાઈ મેતલિયા હતા. સમગ્ર આયોજન  મંદિરના ચેરમેન પી.પી. સ્‍વામી, મહંત સ્‍વામી કોઠારી પ્રેમસ્‍વરૂપ સ્‍વામી (નવાગઢ વાળા), ટ્રસ્‍ટી મંડળ વગેરે જહેમત ઉઠાવી એવમ પ્રફુલ કાપડિયાની યાદીમાં જણાવવામાં આવ્‍યું હતું.(અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ

(2:28 PM IST)