હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બામણબોરમાં કંપનીના કમ્પાઉન્ડમાં ટ્રાન્સફોર્મર તોડી ૪ લાખની કોપર પ્લેટ અને ઓઇલની ચોરી!

રાજકોટ એરપોર્ટ રોડ પર વસુંધરામાં રહેતાં કંપનીના સંચાલક જયપ્રકાશભાઇ મુન્દ્રાની એરપોર્ટ પોલીસમાં તપાસઃ રાતે સવા બાર પછી કેમેરા બંધ થઇ ગયાઃ ત્યારબાદ ચોરીઃ મોટા વાહનનો ચોરીમાં ઉપયોગ થયાની શક્યતા
રાજકોટ તા. ૧૭: બામણબોરમાં આવેલી રાજકોટના રહેવાસીની કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા અગિયાર લાખની કિંમતના વિજ ટ્રાન્સફોર્મર (ટી.સી.)ને મેઇન લાઇનમાંથી અલગ કરી બાદમાં ટ્રાન્સફોર્મર તોડી અંદરથી ઓઇલ અને કોપરની પ્લેટો મળી ચાર લાખની ચીજવસ્તુ ચોરી જવામાં આવતાં ચર્ચા જાગી છે. આ બનાવમાં એરપોર્ટ પોલીસે રેસકોર્ષ રીંટ રોડ જુના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેન્સી પેટ્રીયા સ્યુટસ હોટેલ સામે રહેતાં અને વેપાર કરતાં જયપ્રકાશભાઇ ઇન્દ્રચંદભાઇ મુન્દ્રા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જયપ્રકાશભાઇ મુન્દ્રાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વેપાર કરી ગુજરાન ચલાવુ છું. બામણબોર ગામે રેવન્યુ સર્વે નં. ૮૯માં શરદ ઇન્ડસ્ટ્રીઝ નામે મારે ફેક્ટરી છે. આ કંપની સ્વસ્તિક રબ્બર ઇન્ડસ્ટ્રીઝને મેં ભાડેથી આપેલી છે. મારી કંપનીના કમ્પાઉન્ડમાં ૬૩૦ કે.વી.નું ટ્રાન્સફોર્મર (ટી.સી.) આવેલુ છે, જે ટ્રાન્સફોર્મર જે તે સમયે મેં ૧૧ લાખમાં ખરીદ કર્યુ હતું. ૧૬મીએ રવિવારે સવારે નવેક વાગ્યે હું ઘરે હતો ત્યારે કંપનીમાં મેન્ટેનન્સનું કામ સંભાળતા સંગ્રામભાઇ ધનાભાઇ રંગપરાએ મને ફોન કરી જાણ કરીી હતી કે હું કંપનીમાં કામ ચાલુ કરવા જતાં લાઇટ ન હોઇ ટ્રાન્સફોર્મરવાળા કમ્પાઉન્ડમાં તપાસ કરવા જતાં ટ્રાન્સફોર્મર નીચે પડેલુ જોવા મળ્યું છે. તેમજ સામાન વેરવિખેર પડયો છે. મને એવુ લાગે છે કે દિવાલ પાસે કોઇ ગાડી ઉભી રાખી ટ્રાન્સફોર્મર કાપી તેમાંથી કોપરની પ્લેટો અને ઓઇલ ચોરી જવાયું છે. આ પછી મેં કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતે ૧૨:૨૪ સુધી કેમેરા ચાલુ હતાં. એ પછી બંધ થઇ ગયા હતાં. રાતે બાર પછી આ ટ્રાન્સફોર્મર (ટી.સી.)ને મેઇન લાઇનમાંથી અલગ કરી ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી ચોર કોપરની પ્લેટો તથા ૭૫૦ લિટર ઓઇલ જેની અંદાજીત કિમત ૪ લાખ ગણાય તે ચોરી ગયાનું જણાયુ હતું. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી. મિષાીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
