<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જૂનાગઢમાં સમસ્‍ત સોરઠીયા રબારી સમાજ દ્વારા કોર્પોરેટર અશ્‍વિન ભારાઇનુ સન્‍માન

 

જુનાગઢઃ સમસ્‍ત રબારી સમાજ ભવનાથ જૂનાગઢ દ્વારા તાજેતરમાં વોર્ડ નં.૯માં ૪૪૩૨ મતની ભવ્‍ય વિજય થનાર અને સૌથી વધુ મત મેળવનાર રબારી સમાજના યુવાન અશ્‍વિનભાઇ રામભાઇ ભારાઇનું ફુલહાર સાલ ઓઢાડી સન્‍માનપત્ર અને શિલ્‍ડ આપી બળેજ મઢ થી યુ જેઠા આતા (ભુવાઆતા) નાથાઆતા ઉલ્‍વાના આશિવાર્દ સાથે રબારી સમાજ દ્વારા સન્‍માન કરાયુ હતું. આ સન્‍માનપત્રમાં જણાવેલ કે આપલી એ રાજકીય ક્ષેત્રે મેળવેલ સિધ્‍ધીઓ બદલ સમગ્ર સોરઠીયા રબારી સમાજ હર્ષની લાગણી અનુભવે છે. આપનાજીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરી અવિરત કિર્તીમાન સિધ્‍ધીઓ પ્રાપ્ત કરતા રહો તેવી શુભકામના સમગ્ર રબારી સમાજ વતી પ્રમુખ ભગુભાઇ વાંદા ઉપપ્રમુખ કાનાભાઇ ભારાઈ મંત્રી ભગવાનભાઇ ભારાઇ સહિત પાટીદારોએ પાઠવી હતી. (અહેવાલ વિનુજોશી તસ્‍વીરઃમુકેશ વાઘેલા જૂનાગઢ)

(2:36 PM IST)