હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢ કોમ્પ્યુટર કોલેજમા સભા યોજાઇ

જૂનાગઢઃ કોમ્પ્યુટર કોલેજ શાષાી સ્વામી શ્રીધર્મજીવનદાસજી ઇન્સ્ટિટયુટ ઓફ ઇંફોર્મેશન ટેકનોલોજીના બી.સી.એ. તથા બી.એસ.સી.આઇ.ટી. સેમેસ્ટર-૬ના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની નવી કેડીઓ કંડારવા માટે આગળ વધ્યા છે, તે પ્રસંગે ગુરુકુલ પરંપરા અનુસાર વિદ્યાર્થીઓ માટે ખાસ સમાવર્તન સંસ્કાર(ફેરવેલ) સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્પોર્ટ્સ મેનિઆઃ ૨૦૨૫ના વિજેતાઓ તથા યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરીને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સંસ્થા સંચાલક પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રીજ્ઞાનસ્વરૂપદાસજીસ્વામી તથા ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજના ડાયરેક્ટર શ્રીઋષિકેશદાસજીસ્વામીએ માનવ મૂલ્યોના સંસ્કારોનું ભાથું પીરસ્યું હતું તેમજ શ્રીરાજેશભાઈ ભરાડ સહિત ફેકલ્ટી મિત્રોએ વિદ્યાર્થીઓને પોતાના જીવનના દરેક ક્ષેત્રોમાં તેમજ કોર્પોરેટ કલ્ચરમાં કઈ રીતે પ્રગતિ કરવી તેની સમજણ તથા શુભકામનાઓ પાઠવી હતી.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
