<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી, બદામ કેરી અને હાફુસ કેરીની આવક: જાણો આજનો ભાવ

જાણો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, બદામ કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 2500 થી 2700 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 3000 થી 3500 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 700 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 16 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 426 બોક્સની આવક થઈ હતી.

કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 600થી 2000 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 518 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 52ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 800 થી 1000 બોલાયો હતો.

ગોંડલ યાર્ડમાં ફળોની આવક, પ્રથમ સંખ્યા કેટલા બોક્સ આવ્યા તે છે. બીજી સંખ્યા કેટલા કિલો આવ્યા તે છે.

(7:59 PM IST)