News of Tuesday, 18th March 2025
કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ: રાપરમાં અસામાજીક તત્વોના ઘરના વીજ જોડાણ કાપી નાખ્યા
રાપરના ગંગારામ કોળી અને શૈલેષ કોલીના વીજકનેક્શન કટ કરાયા : બંને આરોપીઓ પર પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

કચ્છમાં અસામાજિક તત્વો સામે સરકારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાપરમાં અસામાજીક તત્વોના ઘરના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. ગેરકાયદેસર વીજ કનેક્શન કાપીને કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાપરના ગંગારામ કોળી અને શૈલેષ કોલીના વીજકનેક્શન કાપી નખાયા હતા વીજચોરી માત્ર ઇલેક્ટ્રિક થાંભલા નાખી ચોરી કરતા હતા. વીજ કનેક્શન કાપી બંનેને એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંને આરોપીઓ પર પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
