News of Tuesday, 18th March 2025
માં આશાપુરા ધામ માતાના મઢ કચ્છ ખાતે ર૯મી એ ઘટનાસ્થાપન નવરાત્રી ઉત્સવ પ્રારંભ થશે
તા.૪ એપ્રીલ ચૈત્રીસુદ-૭, સાતમ ભવ્ય હોમાદિક ક્રિયા ઉજવાશે, ક્રિયા રાત્રીના ૧૦ કલાકે પ્રારંભ બીડુ હોમવાનો સમય ૧:૩૦ કલાકે, રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી દ્વારા હવનમાં બીડુ હોમાશે

ભુજથી ૧૦૦ કી.મી. અંતરે આવેલ ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના પક્ષ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આદ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવશત્રી છે. ચૈત્રીનવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શક્તિ સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે.
માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યા ચૈત્રી નવરાત્રી તા.૩૦ રવિવારના રોજ ભવ્ય પ્રારંભ થશે. તાર૯ શનિવાર રાત્રે થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગીરમહારાજ શ્રી દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી તા.૦૪.૦૪ શુક્રવાર, ચૈત્રીસુદ-૭ મોડી રાત્રે ૦૧:૩૦ કલાકે બિડું હોમાશે. આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મળતિ, શ્લૌક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે. રાત્રે ૦૧:૩૦ કલાકે બિડુ હોમાશે.
માં આશાપુરાના જયઘોષ સાથે ‘‘માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી'' ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ચૈત્રીનવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છના માઈભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ ભણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્છી માડું પદયાત્રીઓના વિના મુલ્યે વિના સંકીય ભોજન. ચા. દુધ દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે. સેવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઇ પદવાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરૂપે સાથે છે. તેવો અહેસાસ અનુભવે છે.
ચૈત્રીનવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે સૈલપુત્રી પુજા. બીજા દિવસે બ્રહમ માહિણી પુજા ત્રીજા દિવસે ચંદ્ર ઘંશા પુજા, ચોથા દિવસે કળષ્માંડા પુજા, પાંચમાં દિવસે કુષ્માંડા પુજા, છઠા દિવસે કાત્યાયની પુજા, સાતમાં દિવસે કાલરાત્રી પૂજા, આઠમાં દિવસે મહાગૌરી પુજા,નવમાં દિવસે સિધ્ધીક્ષત્રી પુજા આમ ચૈત્ર નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ દર્શનાર્થી ભાવિકોએ માતાના મઢ, ટ્રસ્ટી-ગણ દ્વારા મંદિરના નિયમોનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગજુભા ચૌહાણ ભૂવા તરીકે સેવા આપે છે.
સ્થાનિક કક્ષાએ વ્યવસ્થાપક તરીકે શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી દીલુભા ચૌહાણ તથા શ્રી સચિનભાઈ, શ્રી મનુભા જાડેજા સેવા આપે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટઓશ્રી ખેંગારજી જાડેજા, શ્રી પ્રવીણસિંહ વાઢેર, તથા સેવકગણ ખંત પૂર્વક સેવા આપે છે. માતાના મઢ ટ્રસ્ટીગણની દરેક દર્શનાર્થીઓને સૂચના હિંદુ ધર્મ રીવાજ વષા પરિધાન પહેરવા, ધુમ્રપાન, નશાકારક પદાર્થો નિષેધ છે. સ્વચ્છતા જાળવવા સાથે સહકાર આપવા દરેક ભાવિકોને વિનંતી દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટીગણ તથા સેવકગણ દ્વારા દર્શન કરવા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા, વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટીશ્રીઓ દિવસ રાત નિ.સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુઃખોનો નાશ થાય છે. લાખો શ્રધ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ થાય છે. ભકતો માં આશાપુરાને વંદન કરી વિદાય લે છે. ફરી આવે માના નોરતાની સહ જોવે છે. (૩પ.૩)
વિનોદભાઇ આર.પોપટ
મો.૯૯૭૯૯ ૦૭ર૧૮
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
