<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સાંજે સોમનાથમાં હર્ષ સંઘવીના હસ્‍તે બીચ સ્‍પોર્ટસ ફેસ્‍ટીવલનો પ્રારંભ

વોલીબોલ, હેન્‍ડબોલમાં ૧૭૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશેઃ એસ.ટી.ડેપો વર્કશોપનું લોકાર્પણ કરાશે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧૮: રમતગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તા.૧૮થી ૨૧ માર્ચ દરમિયાન મારૂતિ બીચ, સમુદ્ર દર્શન પથ પાસેના મેદાન ખાતે બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલ યોજાશે.

ગળહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે આજે સાંજે ૬ કલાકે બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલનો શુભારંભ કરવામાં આવશે. આ બીચ વોલીબોલ અને હેન્‍ડબોલમાં આશરે ૧૭૦૦ કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેશે.

આ સાથે જ સાંજે ૪ કલાકે મંત્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્‍ટેશન અને કોડિનાર નવીન ડેપો-વર્કશોપનો ઈ-લોકાર્પણ સમારોહ યોજાશે.

રમત-ગમત યુવા અને સાંસ્‍કળતિક ્‌પ્રવળત્તિઓના વિભાગ અને સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તા.૧૮થી ૨૧ માર્ચ દરમિયાન સોમનાથના આંગણે બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલનું આયોજન કરવામાં આવ્‍યું છે.

બીચ સ્‍પોર્ટ્‍સની પૂર્વ સંધ્‍યાએ સોમનાથના આંગણે ધૂમ મચાવતું ‘અઘોરી મ્‍યૂઝિક ગળપ'

આ કાર્યક્રમની પૂર્વ સંધ્‍યાએ સોમનાથ મંદિર પરિસર, વી.આઈ.પી ર્પાકિંગ ખાતે કર્ટન રેઈઝર ઈવેન્‍ટના ભાગરૂપે ‘‘અઘોરી મ્‍યૂઝિક'' બેન્‍ડે શાનદાર પર્ફોર્મન્‍સથી ઉપસ્‍થિત સર્વેને મંત્રમૂગ્‍ધ કર્યાં હતાં.

અઘોરી ગળપે ‘આપણાં મલકનાં માયાળું માનવી', ‘તું ભૂલો તો પડ ભગવાન....', ‘ઘડવૈયાં મારે ઠાકોરજી નથી થાવું..', ડાકલા-ગરબાનું ફયૂઝન, હિપ-હોપ સ્‍ટાઈલમાં ભાતીગળ સંસ્‍કળતિના ગરબા અને દૂહા-છંદની રમઝટ બોલાવી હતી.

અઘોરી મ્‍યૂઝિક ગળપે વિવિધ લોકસંગીતની પ્રસ્‍તુતિઓ સાથે ગુજરાતની લોકસંસ્‍કળતિની ધરોહરને ઉજાગર કરતી ગાથાઓ પણ રજૂ કરી હતી.

‘અઘોરી મ્‍યૂઝિક'ના શાનદાર પર્ફોર્મન્‍સ પર સ્‍થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ મન મૂકી થીરકયાં હતાં.

આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ   પલ્લવીબહેન જાની,  સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ  ઈન્‍દ્રજીતસિંહ વાળા, જિલ્લા કલેક્‍ટર  દિગ્‍વિજયસિંહ જાડેજા, નિવાસ અધિક કલેક્‍ટર  રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, પ્રાંત અધિકારી  વિનોદ જોશી, જિલ્લા રમત વિકાસ અધિકારી, કાનજી ભાલિયા, જિલ્લા રમત ગમત અધિકારી  વિશાલ દિહોરા, જનરલ મેનેજર વિજયસિંહ ચૌહાણ સહિત જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ અને રમતમાં ભાગ લેવા આવેલા રમતવીરો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(10:58 AM IST)