<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજકોટ - ભુજ વચ્ચે 21મી માર્ચથી ટ્રેનનો થશે પ્રારંભ :જાણો કેટલા વાગ્યે ઉપડશે અને ક્યારે પહોંચશે : ક્યાં સ્ટેશને રોકાશે

વર્ષો પછી સૌરાષ્ટ્ર- કચ્છ રેલવે માર્ગથી કનેક્ટ થશે :પ્રારંભિક તબક્કે ત્રણ મહિના સુધી ટ્રાયલ બેઝ ઉપર દોડશે :

સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે લાંબા સમયથી ટ્રેનની માંગ પૅસેન્જરોમાં ઉઠી રહી હતી, આ માંગણીના યોગ્ય અભ્યાસના અંતે રેલવે તંત્ર દ્વારા આગામી 21મીથી ત્રણ મહિના માટે દરરોજ ટ્રાયલ બેઝ ઉપર ટ્રેન શરૂ થઇ રહી છે,

રાજકોટથી આ ટ્રેન બપોરે 2 -30 વાગ્યે ઉપડશે અને રાત્રે 9-40 વાગ્યે ભુજ પહોંચશે. વળતી ટ્રીપ બીજા દિવસે સવારે ભુજથી 6-50 વાગ્યે ઉપડશે અને રાજકોટ બપોરે 1-35 વાગ્યે પહોંચશે,

આ ટ્રેન રાજકોટ અને ભુજ વચ્ચે મોરબી દહીંસરા, માળીયા, સામખીયાળી ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે

લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ઉઠી રહી હતી ટાયરે હવે શરૂ થનાર ટ્રેનમાં છ જનરલ કોચ, બે એસી કોચ ,એક સ્લીપર એસી કોચ, એક એસી ચેર કાર સહીત 10 ડબ્બાની આ ટ્રેન રહેશે

(8:06 PM IST)