<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

મોરબી, ટંકારા અને હળવદમાં પોલીસે તૈયાર કરેલ અપરાધીઓના ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યાં

પોલીસ અને વીજ કંપનીએ ભેગા મળીને તવાઈ બોલાવી: અપરાધીઓના ઘરે કરાયેલા ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવશે

મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા અને હળવદમાં પોલીસે તૈયાર કરેલ અપરાધીઓની યાદીમાં જે લોકોએ તેમના રહેઠાણે ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યા છે તેમના પર પોલીસ અને વીજ કંપનીએ ભેગા મળીને તવાઈ બોલાવી છે. પોલીસે PGVCLની ટીમને સાથે રાખીને ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યાં છે. 

  મોરબીમાં ઈરફાન વલીમહમદ કટારીયા રહે કુલી નગર 1, શાહરૂખ ફિરોજભાઈ પઠાણ, ઈકબાલ ગુલમામદ માણેકના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખ્યાં છે. 

 ટંકારામાં કુલદીપસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નંખાયા છે. હવે આગામી સમયમાં, આ અપરાધીઓના ઘરે કરાયેલા ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવશે.

 


 

(1:06 AM IST)