તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ભુજ હની ટ્રેપ પ્રકરણઃ ૧૯ લાખના તોડમાં કોંગ્રેસના બે આગેવાનો સહિત ૩ ની ધરપકડથી ચકચાર
સોશ્યલ મીડિયા ફ્રેન્ડશીપ ભુજના મહેબૂબને ભારે પડી, પ્લોટ વેંચ્યો, દાગીના વેંચ્યા, બ્લેકમેલથી ડરી આપઘાતનો વિચાર કર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ અજાણી યુવતી કે મહિલા સાથે ફ્રેન્ડશીપ ભારે પડી શકે છે, ભુજના ૨૨ વર્ષીય યુવાન મહેબૂબ શબ્બીર ખાટકીનો કિસ્સો આંખ ઉઘાડનાર છે. આ કિસ્સામાં ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા બે કોંગ્રેસી આગેવાન સહિત ત્રણ જણ ની ધરપકડે ચકચાર સાથે ચર્ચા જગાવી છે. આદિપુરની મુસ્કાન નામની યુવતી સાથે ભુજના હીલ ગાર્ડનમાં મુલાકાત કર્યા બાદ મહેબૂબ ખાટકીને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ૧૯ લાખ અને બાદમાં પોલીસના નામે ૩ લાખ એમ ૨૨ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. યુવતીના કાકા સસરા તેમ જ બનાવટી પતિ તરીકે ની ઓળખ આપી એક તબક્કે યુવતીના સંતાનોને સાથે લઈ જવા સહિતની સ્ટોરી ઊભી કરાઈ હતી. યુવતી હોસ્પિટલમાં દાખલ છે, ભુજ એ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે, પોલીસના નામે ફોન તેમ જ એલસીબી પોલીસની ઓફિસ બહાર યુવાનને બોલાવી આરોપીઓએ ઙ્કેસર ટેકનિક અપનાવી હતી. દાગીના પ્લોટ વેંચી ૧૯ લાખ ચૂકવ્યા બાદ વધુ ૩ લાખ પડાવી લેવાયા હતા. એક તબક્કે ફરિયાદી યુવાન મહેબૂબ એ આપઘાતનો વિચાર કર્યો હતો પણ મિત્રની સલાહ બાદ માંડી વાળ્યો. જોકે, પોતે હની ટ્રેપનો શિકાર બન્યો હોવાની જાણ થતા યુવતી સહિત ૫ સામે ફરિયાદ લખાવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસમાં લખાવેલી ફરિયાદ બાદ પોલીસે બે કોંગ્રેસી આગેવાનો સહિત ૩ ની ધરપકડ કરી છે. પોલીસે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મુન્દ્રાના કોંગ્રેસી આગેવાન હરિસિંહ ધનુભા જાડેજા, ભુજના કોંગ્રેસી નગરસેવક અબ્દુલ હમીદ સમા તેમ જ સરફરાજ રઝાક ખાટકી ની ધરપકડ કરી છે.(૩૮.૯)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
