<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

જેતપુરના સરધારપુર ગામે ગાઠીયાની દૂકાનમાં આગથી દાઝેલા પ્રવિણભાઇ દેત્રોજાએ દમ તોડયો

રાજકોટ તા. ૧૯: જેતપુરના સરધારપુર ગામે રહેતાં પ્રવિણભાઇ વૃજલાલભાઇ રામોલીયા (ઉ.વ.૫૦) ગેસની નળી લિક થયા બાદ ગાંઠીયાની દુકાનમાં  આગ લાગતાં દાઝી જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પ્રવિણભાઇ ખેતી કરવાની સાથે સાથે સાડીની ફેક્‍ટરીમાં નોકરી કરતાં હોઇ અને તેની સાથે ભત્રીજો મહેશ ગોબરભાઇ રામોલીયા (ઉ.વ.૩૨) પણ કામ કરવા જતો હોઇ તેઓ કામે જવા માટે ભત્રીજાને બોલાવવા ગયા ત્‍યારે ઘર સાથે જ આવેલી ગાઠીયાની દૂકાનમાં ચા બનાવતી વખતે ગેસના બાટલાની નળી લિક થઇ જતાં ભડકો થતાં કાકો-ભત્રીજો બંને દાઝી જતાં જેતપુર હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી પ્રવિણભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(11:01 AM IST)