તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ધોરાજી પાલિકાના ભાજપના પ્રમુખ ચૂંટાયેલા સંગીતા બારોટનું ૧૩ દિવસમાંજ રાજીનામુ
દારૂની બોટલો બતાવવા અને હુકકો સાથેનો વિડીયો-ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતાઃ જો કે પોતે ખૂબ જ વધુ કામગીરી પૂર્ણ કરી શકતા ન હોવાથી રાજીનામુ આપ્યાનું જણાવ્યું

રાજીનામા માટે આ તસ્વીર નિમિત બની?: ધોરાજી પાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટના દારૂની બોટલ અને હુકકો પી રહ્યા હોય તેવા ફોટા વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા. આ ફોટા તેના રાજીનામા માટે નિમિત બન્યા હોવાની પણ ભારે ચર્ચા થઇ રહી છે.
રાજકોટ તા.૧૯: ધોરાજી નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાયેલા સંગીતાબેન બારોટે માત્ર ૧૩ દિવસમાંજ પ્રમુખપદેથી રાજીનામુ ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. તેમના દારૂની બોટલ બતાવવા અને હુકકો પી રહ્યા હોય તેવો વિડીયો અને ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. જો કે કલેકટરશ્રીને પાઠવેલ રાજીનામા પત્રમાં પોતે ખૂબ જ વધુ પડતા પાલિકાના કામગીરી પૂર્ણ કરી શકતા હોવાથી રાજીનામુ આપ્યાનું જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ ધોરાજી નગરપાલિકાના પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા પ્રમુખ સંગીતાબેન બારોટ એ દારૂની બોટલ બતાવતો અને હુક્કો પી ધુમાડાના ગોટા પોતે ઉડાવી રહ્યા હોવાનો પોતાનો જ વીડિયો પોતે જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ વાયરલ વીડિયો થી ભાજપ પક્ષને શર્મીદા થવું પડી રહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના આબરૂ નું ધોવાણ થતું હોય અંતે પ્રદેશ ભાજપની કડક સુચનાથી જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા ધોરાજી નગરપાલિકાની મહિલા પ્રમુખ ને તાત્કાલિક બોલાવીને જિલ્લા કલેકટર ને રાજીનામું સુપ્રત કર્યું હતું
રાજકોટ જિલ્લા ભાજપમાં હાલમાં ઉપલેટા જિલ્લા ભાજપના મહામંત્રી નો લેટર કાંડ પણ વાયરલ થયો છે અને ભારે ચર્ચા આપી છે ત્યારે ધોરાજી નગરપાલિકામાં પણ માત્ર ૧૩ દિવસના નગરપાલિકાના પ્રમુખના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની આબરૂના લિરા ઉડતા એ પ્રકારના વિડીયો વાયરલ થતા શિસ્ત અને સંસ્કારી ગણાતી પાર્ટીની પણ આબરૂ ધોવાણ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા થતા ભારે ચર્ચા આપી ગઈ હતી.
ધોરાજી શહેર ભાજપના પ્રમુખ તરીકે જૂથવાદ થી સંકળાયેલા કૌશિક વાગડિયા ની નિમણૂક કરતા ત્યારથી ધોરાજી શહેર ભાજપમાં ભારે વિવાદ સર્જાયો હતો શહેર ભાજપના પ્રમુખ ઉપર ભારે દેકારો થયો હતો.(૩૮.૧૨)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
