તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ધોરાજી પાલિકા પ્રમુખ સતત ચર્ચામાં રહ્યા બાદ હોદો છોડયો

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૯: ધોરાજી નાં નગરપાલિકા માં વોર્ડ નંબર નવ માં ભાજપ માંથી ચુંટાયેલા અને નગરપાલિકા પ્રમુખનું કોઈ કારણોસર રાજીનામું આપ્યું છે. ધોરાજી નગરપાલિકા ની ચુંટણી માં વોર્ડ નંબર નવ નાં ભાજપ ઉમેદવાર તરીકે જીત્યા બાદ નગરપાલિકા નાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલ એવાં સંગીતાબેન બારોટ નું અચાનક રાજીનામું આપતાં ચકચાર મચવા પામી છે. નગરપાલિકા ની ચુંટણી પહેલાં વિવાદ અને ચુંટણી જીત્યા અને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા બાદ ચર્ચા રહેનાર સંગીતાબેન બારોટ નાં પ્રમુખ પદે થી રાજીનામું આપતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સંગીતાબેન બારોટ સાથે ટેલીફોનીક વાત કરતાં રાજીનામું આપ્યું છે તેનું સમર્થન આપ્યું હતું. હવે નગરપાલિકા નાં નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે? તે પ્રશ્ન છે.(૩૮.૧૩)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
