તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ધ્રોલમા આર્થિક ભીંસ સહીત જીવનથી ઘેરાયેલા યુવાનનો આપઘાત : પુત્રને પંખે લટકતો જોઈને પિતા ત્યાં જ ઢળી પડ્યા - હાર્ટએટેક
જીવનની કરૂણાંતિકા : એકના એક મળતક પુત્રને પિતાના હાથે અગ્નિસંસ્કાર : ધ્રોલના સમાજ જીવનમાં ભારે આઘાત છવાયો :નિલેશ ભાલચંદ્રભાઈ કવૈયા અપરણિત હતો, પિતા ભાલચંદ્રભાઈ કવૈયાના લગ્ન જીવન બાદ છુટાછેડા થયેલ હતા અને નિલેશ વેલ્ડીગ કામનો વ્યવસાય કરતો હતો માતા છોડીને ચાલી જતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ અને ધંધો પણ બરાબર ચાલતો ન હોવાથી તેમજ પિતા પુત્ર એકલા રહેતા હોવા સહીતના તમામ કારણો સાથે જીવનથી ઘેરાય ગયો હતો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૯: ધ્રોલમાં એકના એક પુત્રે આર્થિક ભીસ કંટાળીને પોતાના ધરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા એકના એક પુત્રને પંખે લટકતો જોઈને પિતા ત્યાં જ ઢળી પડ્યા અને સારવાર હેઠળ ખસેડાયામાં આવ્યા બાદ રજા આપતા આજે પિતાના હાથે મળતક પુત્રને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.
બનાવની મળતી પ્રાથમિક વિગત મુજબ ધ્રોલ વળંદાવન સોસાયટીમાં રહેતા નિલેશ ભાલચંદ્રભાઈ કવૈયા ઉ.વ.આ.૨૨ નાએ ગત રાત્રીના પોતાના ધરે પંખે લટકીને ગળેફાંસો ખાધેલ હાલતમાં પિતાએ જોતાની સાથે જ ત્યાં ઢળી પડ્યા હતા અને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયામાં આવ્યા હતા પરંતુ હાર્ટએટેક સામાન્ય અસર થતા સારવાર દરમ્યાન રજા આપી દેવામાં આવી હતી.
આ બનાવ અંગે મળતક યુવાનના પિતા ભાલચંદ્રભાઈ કવૈયા એ પોલીસમાં જાહેર કરેલ વિગત મુજબ નિલેશ વેલ્ડીગ કામનો ધંધો કરતો હોય, અને આ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નિલેશને લાગી આવતા આ આત્મહત્યાનું આ પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું હતું.
વધુમાં મળતી વિગતો મુજબ, નિલેશ ભાલચંદ્રભાઈ કવૈયા અપરણિત હોય અને પિતા ભાલચંદ્રભાઈ કવૈયાના લગ્ન જીવન બાદ છુટાછેડા થયેલ હતા અને નિલેશ વેલ્ડીગ કામનો વ્યવસાય કરતો હતો પરંતુ માતા છોડીને ચાલી જતા, પિતાના લગ્ન જીવનમાં ભંગાણ અને ધંધો પણ બરાબર ચાલતો ન હોવાથી તેમજ પિતા પુત્ર રહેતા હોવા સહીતના તમામ કારણો સાથે જીવનથી ધેરાયેલા યુવાનને અંતે જીવન ટુંકાવીને અંતિમવાદી પગલું ભરી લેતા પરિવારમા તેમજ ધ્રોલના સમાજ જીવનમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.(૨૩.૧૪)
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
