તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫૯૮ કન્યાઓને ૧૭.૫૭ કરોડની સહાય
વ્હાલી દિકરી યોજના અંતર્ગત...

વઢવાણ, તા. ૧૯: સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ દરમિયાન ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ.૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે.દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ.૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ.૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦ ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.વિધાનસભા ગળહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂ.૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
