<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ધ્રાંગધ્રાના કેમીકલ્‍સ પ્રકરણમાં વધુ એક આરોપીનું નામ ખુલ્‍યુ

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૯  : ધ્રાંગધ્રા અમદાવાદ કચ્‍છ હાઈવે પર લાંબા સમય થી ગેરકાયદે ધંધા ધમધમી રહ્યા છે ત્‍યારે થોડા દિવસ પહેલા ફેબ્રુઆરી મહિનામાં ૮૩ લાખથી વધુનો કેમીકલનો, જથ્‍થો એસએમસી દ્વારા જડપી પાડવામાં આવેલ  હતો, જેમા યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા મુખ્‍ય આરોપી હતો તે ફરાર થઈ ગયો હતો જેમાં રેન્‍જ આઇ જે દ્વારા તાલુકા પીઆઈ ડી ડી ચાવડા સસ્‍પેન્‍ડ થયા તેની સાહી સુકાઇ નથી ત્‍યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગત ૬ માર્ચના રોજ કંટાવા પાસે આવેલી વાડીમાં રેડ પાડતા વાડીની ઓરડીમાં કેમીકલ ભરેલા લા મોટા કેરબા ૧૨ નાના કેરબાબેરલ ૩૦  કેરબા સહીત  કુલ૩.૩૦ લાખનો મુદ્દામાલ જડપી પાડવામાં આવ્‍યો વાડીનો, સંચાલક આરોપી વિશાલસિહ ફતેહસિંહ જાડેજા મળી નહી આવતા ભાગી જતા ૧ આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ માં ગુનો નોધવામાં આવ્‍યો હતો ત્‍યારે છેલ્લા દસ દિવસથી ફરાર આરોપી વિશાલ જાડેજાને પોલીસે ૧૬ માર્ચ ના રોજ ઝડપી લેતા   પૂછપરછ કરાતા વધુ એક આરોપી યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજાનું નામ કેમિકલ કાંડમાં બહાર આવ્‍યું છે  હવે યુવરાજસિંહ જાડેજાને પોલીસ પકડે પછી જ વધુ વિગતો બહાર આવશે કે કેમિકલ કયાંથી આવતું હતું અને કયાં મોકલવામાં આવતું હતું તે તમામ તપાસનો વિષય છે.

  ધ્રાંગધ્રા અમદાવાદ અને કચ્‍છ હાઈવેની હોટલ પર દારૂ, ડ્રગસ, કેમીકલ, ડીઝલ- પેટ્રોલ, લોખંડ, ગ્‍યાસ રીફીલીગ, સીમેન્‍ટ,  ભંગાર સહીતની વસ્‍તુઓની ચોરી અને હેરાફેરીનું કામ  ચાલે છે ત્‍યારે આમ હોટલની આડમાં ગેરકાયદે  ધંધાનો કારોબાર ધમધમી રહ્યો છે તે તો આરોપી પકડે પછી જ બધું વિગતો બહાર આવશે.

(1:18 PM IST)