<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ચોરવાડથી વેરાવળ સુધીની વીર સાવરકર તરણ સ્‍પર્ધા

ગુજરાતના ર૦, કર્ણાટકના ૧, મહારાષ્‍ટ્રના ૧ર, પશ્ચિમ બંગાળના ૪ સહિત ૩૭ સ્‍પર્ધકો જોડાયા

(દિપક કક્કડ દ્વારા) પ્રભાસપાટણ, તા., ૧૯:  આદ્રી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જિલ્લા કલેક્‍ટર  દિગ્‍વિજયસિંહ જાડેજાની ઉપસ્‍થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમાની ઉપસ્‍થિતિમાં ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્‍પર્ધા-૨૦૨૫ની ફ્‌લેગ ઓફ સેરેમની યોજાઈ હતી.

કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર અને હરિઓમ આશ્રમના સંયુક્‍ત ઉપક્રમે તરણસ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. વહીવટીતંત્ર દ્વારા સ્‍પર્ધકો માટે ન્‍યૂટ્રિશન સહિતની તમામ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. હવેથી સાહસભરી આ સ્‍પર્ધા દર વર્ષે યોજવામાં આવશે. એમ જણાવી કલેક્‍ટરશ્રીએ સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધાર્યો હતો.

ઉલ્લેખનીય છેકે, ભાઈઓ માટેની સ્‍પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટીકલ માઈલ) અને બહેનો માટેની સ્‍પર્ધા આદ્રીથી વેરાવળ (૧૬ નોટીકલ માઈલ) વચ્‍ચે યોજાઈ રહી છે. આ તરણ સ્‍પર્ધામાં ગુજરાતના ૨૦, કર્ણાટકના ૧, મહારાષ્‍ટ્રના ૧૨, પヘમિ બંગાળના ૪ એમ કુલ મળી વિવિધ રાજયના ૩૭ સ્‍પર્ધકોએ ભાગ લીધો છે.

(11:48 AM IST)