તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક ૭૦ હજાર કટ્ટાની આવક

ગોંડલઃ માર્કેટિંગ યાર્ડમાં ચણા ની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ કરતા જ હાઈવે પર બંને બાજુ વાહનો ની ૭ થી ૮ કીમી લાંબી લાઈનો લાગી હતી. યાર્ડ ના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા એ જણાવ્યું હતું કે ચણાની આશરે ૭૦ હજાર કટ્ટા જેવી બંપર આવક થઇ હતી જે આ સિઝનની રેકોર્ડબ્રેક આવક હતી. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત ના જિલ્લાઓમાંથી ખેડૂતો ચણા લઈને આવ્યા હતા. ખેડૂતોને સફેદ ચણા ૨૦ કિગ્રાના ૧૦૦૦ થી ૧૯૦૦ સુધી અને દેશી ચણા ૯૦૦ થી ૧૦૫૦ સુધીના બજાર ભાવ મળ્યા હતા. હાલ માર્ચે એન્ડિંગ ની રજાઓ આવતી હોય બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ ખેડૂતે ચણા લઈને આવવું નહીં તેમ યાર્ડના સતાધીશો દ્વારા જણાવ્યુ હતુ.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
