<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

પૂર્વ- કચ્‍છ પોલીસ દ્વારા થયેલ કોમ્‍બીંગઃ ૩૪૪ ઇસમોની તપાસ

 

ભુજ તા.૧૯: રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી  વિકાસ સહાય ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરનાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્‍વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્‍ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્‍વયે પોલીસ મહા નિરીક્ષક  ચિરાગ કોરડીયા  બોર્ડર રેન્‍જ, તથા પોલીસ અધિક્ષક  સાગર બાગમાર પૂર્વ-કચ્‍છ, ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્‍છ જીલ્લામાં શરીર સંબંધી, મિલકત સંબંધી ગુન્‍હાઓ તેમજ પ્રોહી- જુગારની ગેરકાયદેસર પ્રવળતિ આચરતા અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગ, અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક  સાગર સાંબડા  ભચાઉ વિભાગ, ભચાઉ નાઓના વડપણ હેઠળ બંન્ને ડીવીઝન વિસ્‍તારમાં અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગ હાથધરી અસરકારક કોમ્‍બીંગનુ આયોજન કરી કામગીરી કરવામાં આવેલ છે.

કોમ્‍બીંગ દરમ્‍યાન કુલ-૩૪૪ જેટલા ઇમસો ચેક કરી અલગ-અલગ હેડ તળે ગુન્‍હાઓ રજીસ્‍ટર કરવામાં આવ્‍યા. તેમજ વાહન ચેકીંગ દરમ્‍યાન રૂ.૩૩,૫૦૦/- નો સ્‍થળ દંડ તથા કુલ-૨૯ વાહનો ડીટેઇન કરવામાં આવ્‍યા.

આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજાર તથા સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ, ભચાઉ તથા એલ.સી.બી.પીઆઇ એન.એન.ચુડાસમા એસ.ઓ.જી પીઆઈ ડી.ડી.ઝાલા તથા જીલ્લાના પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(11:57 AM IST)