<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

રાજ્‍ય સરકારના નવા ઠરાવ મુજબ ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવનાર જામનગરના મુકુંદરાય બદીયાણી જિલ્લાના સૌ પ્રથમ લાભાર્થી બન્‍યાં

ભૂતકાળમાં જો ખેડૂતની તમામ જમીન સંપાદિત થયેલ હોય તો તેવા કિસ્‍સામાં ખેડૂત અરજી કરી પુનઃ ખાતેદાર બની શકે છે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : ગુજરાત રાજયમાં તા.૦૧/૦૫/૧૯૬૦ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનુ બાકી હોય તેવા ખાતેદારો અથવા તેઓના સીધી લીટીના વારસદારોને ખેડુત પ્રમાણપત્ર આપવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં ઠરાવ થયેલ કે વર્ષો પૂર્વે રાજ્‍ય સરકાર દ્વારા રસ્‍તા, નહેર કે અન્‍ય વિકાસકામો માટે ખેડૂતોની જમીન સંપાદન થયા બાદ નિયત સમય મર્યાદામાં સંજોગોવશાત્‌ જમીનની ખરીદી ન કરી શકનાર ખેડૂતો ખાતેદાર મટી ગયા હતા અને ખેતીની નવી જમીન ખરીદ કરવા હક્કદાર રહ્યા નહોતા.

રાજ્‍યના આવા સંખ્‍યાબંધ ખેડૂતોની રજૂઆતોથી તેમની વેદનાથી વાકેફ થઈને સરકારે એક પરિપત્ર કરી સંપાદનમાં ગયેલી જમીનના ખેડૂતોને નવી જમીન ખરીદ કરવા માટેની સમયમર્યાદામાં મુક્‍તિ આપી હતી.જે મુજબ આવા ખાતેદારોને જે તે જિલ્લાના -ાંત અધિકારી દ્વારા ખેડૂત ખાતેદાર તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.જે ઠરાવ અન્‍વયે આ લાભ મેળવનાર જામનગરના મુકુન્‍દરાય બદીયાણી (જામનગર અકિલા પરિવાર) જિલ્લાના સૌ પ્રથમ લાભાર્થી બનવા પામ્‍યા છે.

આ અંગેની વધુ વિગત જોઈએ તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના ખાતેદાર ખેડુત મોહનલાલ પરસોતમભાઈ બદીયાણી કે જેઓ ખેતીની જમીન ધારણ કરતા હતા. પરંતુ આ જમીનને નાયબ કલેકટર દ્વારા વર્ષ ૧૯૯૪ માં રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં સંપાદિત કરવામાં આવેલ. ત્‍યારબાદ મોહનલાલ પરસોતમ બદીયાણીનું તા.૦૨/૦૧/૨૦૦૧ ના રોજ અવસાન થયેલ આથી વારસાઈ આંબા મુજબ તેમની સીધી લીટીના વારસદાર તરીકે મુકુન્‍દરાય મોહનલાલ બદીયાણીએ જરૂરી સોગંદનામુ રજૂ કરી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવાની જિલ્લા કલેક્‍ટર સમક્ષ માંગણી કરેલ હતી.

રાજ્‍ય સરકારના ઠરાવ મુજબ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્‍ટર શ્રી કેતનભાઈ ઠક્કર અને લાલપુરના પ્રાંત અધિકારી શ્રી એસ જે અસવાર તાકીદે કામગીરી હાથ ધરીને રાજ્‍ય સરકારની નવી નીતિના અમલીકરણનો જિલ્લામાં પ્રારંભ કર્યો છે.

 મોહનલાલ પરસોતમન બદિયાણીના સીધી લીટીના વારસદાર તરીકે મુકુન્‍દરાય બદીયાણી અને તેમના ભાઈ બેનો ના પરિવાર એ તમામ ધારા ધોરણો પરીપૂર્ણ કરતા હતા. આથી તમામ જોગવાઈઓને ધ્‍યાને લઈ મુકુન્‍દરાય મોહનલાલ બદીયાણીને લાલપુરના પ્રાંત અધિકારી એસ. જે. અસવાર દ્વારા ખેડુત ખાતેદારના દરજજાનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતુ.

આમ રાજ્‍ય સરકારના પ્રજાલક્ષી નિર્ણયથી જમીન વિહોણા નાગરીકો પણ હવે જમીન ધારણ કરી શકે છે. અને પોતાનો હક્ક પરત મેળવી શકે છે. શ્રી બદિયાણીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્‍યું કે, કોઈ પણ ખેડૂત પુત્રનું એક માત્ર સપનું ખેતીની જમીનના માલિક થવાનું હોય છે. રાજ્‍ય સરકાર અને મંત્રીશ્રીના ખેડૂતલક્ષી અભિગમ અને કલેક્‍ટર તથા -ાંત અધિકારીશ્રી ની ત્‍વરિત કામગીરીથી અમારું તથા અમારા કુટુંબીજનોનું આ સ્‍વપ્ન પૂરું થયું છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:43 PM IST)