<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

દ્વારકામાં ઝડપાયેલ પ બાંગ્‍લાદેશી મહિલાઓ ખોટા હિન્‍દુ નામ ધારણ કરીને યુવકોને લગ્નમાં ફસાવનાર હતા

આ મહિલાઓ સાથે અન્‍ય કોઇ આવ્‍યું કે નહિ ? દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આગેવાનીમાં તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૯: ખંભાળીયામાં દ્વારકા પાસેથી પકડાયેલ પાંચ બાંગ્‍લાદેશી મહીલાઓને ભારતમાં ગેરકાયદે ઘુસણખોરીની આવતા દ્વારકા એસઓજીએ પકડતા જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા પત્રકાર પરીષદ યોજી માહીતી આપી હતી.

અલગ પ્રકારની ભાષા બોલતી હોવાથી ધ્‍યાને આવતા પકડાયેલી આ મહીલાઓને ભારત દેશમાંથી તેના દેશમાં મોકલવા માટે વિદેશ વિભાગને જણાવાયું છે. તથા આ પાંચેય મુસ્‍લીમ મહીલાઓ હિન્‍દુ નામ રાખીને કામ કરતી તથા અહીથી પૈસા કમાતી તે ચોક્કસ સંપર્ક દ્વારા તેમના દેશમાં તેમના સંબંધીઓને મોકલતા હોવાનું તથા ભારતમાં કાયમી નાગરીકતા મળે તે માટે હિન્‍દુ નામો ખોટા ધારણ કરીને ભારતના શખ્‍સોને લગ્નમાં ફસાવીને કાયમી નાગરીકતા માટે પ્રયત્‍નો કરતા હોવાનું પણ ખુલ્‍યું હતું.

આ પાંચ બાંગલાદેશીઓ સાથે અન્‍ય કોઇ આવેલા કે કેમ? તેઓ કયાં છે તે અંગે પણ તથા તેમના અહીં આવવાના સોર્સ અંગે  પણ એસઓજી પીઆઇ પી.સી.સીંગરખીયા તથા તેમની ટીમ દ્વારા તથા આવા ઘુસણખોરોને પકડવા માટે તમામ પોલીસ સેનાનો તથા મરીન પોલીસ સ્‍ટેશનોના અધિકારીઓ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહયાનું પણ તેમણે જણાવ્‍યું હતું.

(1:44 PM IST)