<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સાવરકુંડલા શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ જેસર રોડ સહજાનંદ શાળામાં ઉજવાયો “સ્‍કૂલ બેગ લેસ ડે”

 

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૧૯: સાવરકુંડલા માં જેસર રોડ ઉપર આવેલી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સહજાનંદ સ્‍કૂલ માં ઉજવાયો એક અનેરો બેગ લેસ ડે જેમાં સાચા અર્થમાં ભાર વિનાનું ભણતર સાર્થક થયું ે વિદ્યાર્થીઓ સ્‍કૂલ બેગ લીધા વગર સ્‍કૂલે આવ્‍યા હતા અને ખૂબ અવનવી રમતો રમ્‍યા જેનું આયોજન શાળાના શિક્ષક શ્રી કૌશિક ગિરી ગોસ્‍વામી દ્વારા કરવામાં આવ્‍યું તેમજ આ કાર્યક્રમને માર્ગદર્શન તેમજ સંચાલન શાળાના આચાર્ય ગિરીશભાઈ વ્‍યાસ દ્વારા કરવામાં આવ્‍યું.

આ સુંદર આયોજનને સંસ્‍થાના વડા  શાસ્‍ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્‍વામી, કોઠારી અક્ષર મુક્‍ત દાસજી સ્‍વામી તેમજ પ્રમુખશાસ્‍ત્રી હરિપ્રસાદ દાસજી સ્‍વામી તેમજ સમગ્ર ટ્રસ્‍ટીગણ તેમજ સંત ગણોએ પોતાના રાજીપા સાથે બીરદાવ્‍યો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોના ચહેરા પર અનેરા ઉત્‍સાહ અને આનંદના ફૂલ ખીલ્‍યા હતા

(2:27 PM IST)