તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ગૌરક્ષકોની ટીમે માળિયા હાઈવે પરથી પાંચ વાહનમાં ૧૯ અબોલ જીવને કતલખાને જતા બચાવી લીધા

મોરબી : ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી કતલના ઈરાદે અબોલ જીવ ભરીને પાંચ બોલેરો પીકઅપમાં પશુની તસ્કરી થવાની છે અને અમદાવાદ કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોય જેથી મોરબી, રાજકોટ સહિતના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા હાઈવે પરથી પાંચ બોલેરો પીકઅપ ગાડી પકડી લીધી હતી જેમાં ભેંસ અને મોટા પાડા જીવ નંગ ૧૯ ને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી હલનચલન ના કરી સકે તેવી રીતે બાંધી હેરાફેરી કરતા મળી આવ્યા હતા જેથી તમામ મુદામાલ માળિયા પોલીસને સોપવામાં આવ્યો હતો અને તમામ જીવોને બચાવી ખાખરેચી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે. જે સત્કાર્યમાં મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડી ગૌરક્ષકોની ટીમે સહયોગ પૂરો પાડ્યો હતો.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
