<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

વિરપુરમાં અગાઉની માથાકુટનો ખાર રાખી નરેશભાઇ બુંધેલીયાનું મકાન સળગાવાયું

દેવપરામાં બનાવઃ યુવાનની વિરપુર પોલીસમાં ભગીરથ અને બાબુ રાવળ સામે ફરીયાદ

રાજકોટ તા. ૧૯: વિરપુરમાં દેવપરા વિસ્‍તારમાં અગાઉ થયેલી માથાકુટનો ખારરાખી  બે શખ્‍સોએ યુવાનના ઘરમાં ઘુસી ડીઝલ છાંટી મકાન સળગાવતા વિરપુર પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વિરપુરના દેવપરા વિસ્‍તારમાં રહેતા નરેશભાઇ રમેશભાઇ બુધેલીયા (ઉ.વ. ૩૪) એ વિરપુર પોલીસ સ્‍ટેશનમાં દેવપરા વિસ્‍તારમાં રહેતો ભગીરથ અને બાબુ રાવળ સામે ફરિયાદ થઇ છે. નરેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે બે દિવસ પહેલા રાત્રે હું પરિવાર સાથે મારા ઘરે હતો. ત્‍યારે ભગીરથ નામનો શખ્‍સ મકાનના પાછળના દરવાજેથી પ્રવેશ કરી ડીઝલ છાંટીને આગ લગાડીને ભાગી ગયો હતો. બાદ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પાણી છાંટી આગ બુઝાવી હતી. બનાવની જાણ થતા વિરપુર પોલીસના હેડ કોન્‍સ જે. બે. ચોૈહાણ સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથધરી છે.

આ બનાવમાં અગાઉ નરેશભાઇ આરોપી ભગીરથ ભત્રીજાની પત્‍ની સાથે વાતો કરતા હોઇ તે બાબતે માથાકુટ થયા બાદ નરેશભાઇ બરોડા જતા રહ્યા હતા. દસ દિવસ પહેલા નરેશભાઇ વિરપુર આવ્‍યા હતા. વિરપુર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ભગીરથને પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં અગાઉ નરેશભાઇ ભગીરથ વહુ સાથે વાતચીત કરતા હોઇ તે બાબતે બંને વચ્‍ચે માથાકુટ થઇ હતી. બાદ નરેશભાઇ વડોદરા જતા રહ્યા હતા.દસ દિવસ પહેલા નરેશભાઇ વિરપુર આવ્‍યા હતા. અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી મકાન સળગાવવા માટે બાબુ રાવળે રૂા. ૪૦૦૦ આપ્‍યા હતા. તે પૈસાનું ભગીરથે ડીઝલ ખરીદ કરી નરેશભાઇનું મકાન સળગાવ્‍યુ હોવાની ભગીરથ એ કબુલાત આપી હતી.  (૩.૧૦)

(2:46 PM IST)