<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

બીચ ફેસ્‍ટીવલના કારણે દરિયા કિનારા આસપાસના યુવકોને મોટુ પ્‍લેટફોર્મ મળશે : હર્ષ સંઘવી

સોમનાથમાં બીચ ફેસ્‍ટીવલનો ગૃહમંત્રીના હસ્‍તે પ્રારંભ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમો વચ્‍ચે સોમનાથ બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલનો શુભારંભ કરાવ્‍યો હતો.

તા.૧૮થી ૨૧ માર્ચ દરમિયાન યોજાનાર આ બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલ દ્વારા ગુજરાતના ૧,૬૦૦ કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્‍લેટફોર્મ મળી રહેવાનું છે. આ બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલના શુભારંભથી ગુજરાતના સ્‍પોર્ટ્‍સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે, તેમ મંત્રીશ્રીએ આ મેગા સ્‍પોર્ટ્‍સ ઈવેન્‍ટની શરૂઆત કરાવતાં જણાવ્‍યું હતું.

આ બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલ ભગવાન સોમનાથના સાન્નિધ્‍યમાં યોજાઈ રહ્યો છે, ત્‍યારે ભગવાન સોમનાથની શક્‍તિ સાથે ખેલાડીઓની શક્‍તિનો સુભગ સમન્‍વય ચોક્કસ ઉત્તમ પરિણામો આપશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો.

‘સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ'ની ટેગલાઈન સાથે ઉજવાઈ રહેલા બીચ સ્‍પોર્ટ્‍સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્‍ય નિર્માણ કરવા માટે રાજ્‍ય સરકાર સંકલ્‍પબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ બીચ સ્‍પોર્ટ્‍સ સ્‍પર્ધામાં ૨,૫૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્‍પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે.

આ બીચ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટિવલ દ્વારા યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવું પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું છે. જેનાથી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, ધારાસભ્‍ય ઉદય કાનગડ, સંજય કોરડિયા, સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ  ઈન્‍દ્રજીતસિંહ વાળા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્‍ટર રાજેશ આલ, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દિહોરા સહિત અગ્રણી સર્વશ્રી ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, રાજશીભાઈ જોટવા સહિત જનપ્રતિનિધિઓ, આગેવાનો અને રમતમાં ભાગ લેવા આવેલા રમતવીરો-વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:08 PM IST)