<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગોંડલમાં દેવ સાટોડીયાને 3 શખ્‍સોએ ઢોર માર મારતા હાહાકાર

ગુપ્‍ત ભાગે મારમાર્યોઃ વચ્‍ચે પડેલા પિતા અને કૌટુંબીક મોટાભાઇને પણ ફટકાર્યાઃ દેવ સમીરભાઇ સાટોડીયા મારા પુત્રને હેરાન કરતો'તોઃ આરોપીઓ લાકડી, ધોકા લઇને તૂટી પડયા

ગોંડલમાં દેવ સાટોડીયાને બેફામ માર મારતા આરોપીઓ સામે પગલા ભરવા આવેદનપત્ર પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા.19: ગોંડલમાં કાલે રાત્રીનાં સંગ્રામજી હાઇસ્‍કુલના મેદાન પાસે પાટીદાર યુવક દેવ સમીરભાઇ સટોડીયાને 3 શખ્‍સોએ ઢોરમાર મારતા સારવારમાં ખસેડેલ છે. આ ઘટનામાં વચ્‍ચે પડનાર દેવના પિતાને પણ મારમાર્યો હતો. આરોપીઓને કડક સજાની માંગ સાથે આજે ડેપ્‍યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આરોપીઓએ તેના પુત્રને દેવ સટોડીયા હેરાન કરતા મારમાર્યાનું જણાવ્‍યું હતું.

ગોંડલ મુકામે ગત તા-18/3/2025 ના રોજ બપોર પછી આશરે ચાર વાગ્‍યે સગીર પાટીદાર યુવક દેવ સમીરભાઈ સાટોડીયા, ઉ.વ.આ.17, રહે.ગોંડલ વાળા તેના મિત્ર સાથે સંગ્રામજી હાઈસ્‍કુલના ગ્રાઉન્‍ડ પાસે આવેલ વેરાઈ હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયેલ હોય ત્‍યારે ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ સગીર યુવક દેવ ને મારી નાખવાના ઈરાદે લાકડાના ધોકા વડે આડેધડ ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડતા સગીર યુવક દેવ ને નાક ના ભાગે ટ્રેકચર થયેલ હોય તેમજ હાથમા, વાસામા, પગમા તથા મોઢાના ભાગે તથા કાન પાસે ઈજા થયેલ હોય અને હાલ ડો.વાડોદરીયાની હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવ વખતે સગીર યુવક દેવ એ તેના પિતાને ફોન કરતા બનાવ સ્‍થળે સગીર યુવક દેવ ના માતા-પિતા ઘટના સ્‍થળે પહોંચેલ ત્‍યારે આ ત્રણ અજાણ્‍યા શખ્‍સો સગીર યુવક દેવને ઢોર માર મારતા હતા તેથી તેને છોડાવવા વચ્‍ચે પડતા સગીર યુવક દેવ ના પિતા ને ફડાકા મારી સાથળની પાછળના ભાગે ધોકા વડે ઈજા પહોચાડેલ હતી તેમજ સગીર યુવક દેવની માતાની ચુંદડી ખેચી લઈ તેને ધક્કો મારી તેને પણ ઢીકાપાટુનો માર મારેલ તે અરસામા સગીર યુવક દેવ ના કૌટુંબીક મોટા ભાઈ આવી જતા તે બનાવનુ વિડીયો શુટીંગ ઉતારતા હતા તેને પણ હાથના ભાગે ધોકા વડે ઈજા પહોચાડેલ હતી અને આ ત્રણેય અજાણ્‍યા શખ્‍સો જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો બોલતા હતા અને તેમાથી એક શખ્‍સે સગીર યુવક દેવના પિતાને જણાવેલ કે, તારો દિકરો મારા દિકરા ને હેરાન કરે છે તેને જાનથી મારી નાખવો છે ત્‍યારબાદ ઘણા બધા માણસો ભેગા થઈ જતા આ ત્રણેય અજાણ્‍યા શખ્‍શો ત્‍યાથી ચાલ્‍યા ગયેલા અને જતા જતા સગીર યુવક દેવના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપેલી જેથી આ બનાવની સગીર યુવક દેવ ના પિતા એ ગોંડલ સીટી બી ડિવીઝન પોલિસ સ્‍ટેશનમાં ગુના રજીસ્‍ટ્રર નંબર-11213094250195 થી તા-18/3/2025 ના રોજ કરીયાદ નોંધાવેલ છે પોલિસે બી.એન.એસ. કલમ-76, 118(1), 115(2), 352, 351(2), 54 તથા જી.પી.એકટ કલમ-135 હેઠળ આ ત્રણેય શખ્‍શો વિરૂધ્‍ધ ગુનો નોંધેલ છે.

 આરોપીએ તેના પુત્રને હેરાન કરવાનો સગીર યુવક દેવ સામે ખોટો આક્ષેપ કરેલ હોય જયારે સગીર યુવક દેવ આરોપીના પુત્ર ને ઓળખતો પણ ન હોય કે તેને કયારેય હેરાન પણ કરેલ ન હોય તેમછતા આરોપીઓએ એકસંપ કરી સગીર યુવક દેવ ને મારી નાખવાના ઈરાદે આડેધડ ઢોર માર મારી ટ્રેકચર જેવી ગંભીર ઈજા પહોચાડેલ છે જેનો વિડીયો તથા ફોટાઓ વિવિધ સોશીયલ મીડીયા ગળપમા પણ આવેલ છે.

આરોપી સામે દારૂ, લેન્‍ડગ્રેબીંગ, અપહરણના ગુનાઓ નોંધાયેલ હોવાનુ જાણવા મળેલ હોય જેથી આરોપી ગુનાહીત ઈતીહાસ ધરાવતો હોય અને માથાભારે શખ્‍સ હોય જેથી આરોપીઓ સામે ભારતીય ન્‍યાય સંહિતા-2023 ની કલમ-109, 190, 118(2) મુજબ પગલા લેવા યોગ્‍ય કેસ હોય જેથી તે મુજબ આરોપીઓ સામે કાયદેસરના પગલા ભરી સમાજમા કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાઈ રહે તે સારુ યોગ્‍ય કાર્યવાહી કરી નિર્દોષ સગીર યુવક અને તેના માતા-પિતાને ન્‍યાય અપાવવા અમારી માંગણી છે જો આરોપીઓ સામે કડક પગલા ભરવામા નહી આવે તો અમારે ગાંધી ચીંધ્‍યા રાહે જવા ફરજ પડશે. તેમ આવેદનપત્રમાં જણાવ્‍યું છે.

(4:29 PM IST)