<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

દ્વારકાના ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર નારાયણભાઈ કલોતરાનું હૃદય રોગના હુમલામાં દુઃખદ અવસાન

દ્વારકા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગર વિસ્તારના નારણભાઈ દેવજીભાઈ કલોત્રા પીએસઆઇ આજે બપોરે સુતા હતા ત્યારે ઊંઘમાં હૃદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થતા પોલીસ બેડામાં ભારે દુઃખની લાગણી ફેલાય છે. 

 

એનડી કલોતરા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ ટ્રાફિક પીઆઇ તરીકે ઘણા સમય સુધી ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી. તેમના અચાનક મૃત્યુથી પોલીસ વિભાગમાં ભારે દુઃખની લાગણી ફેલાય છે. કૌશલ સવજાણી જામખંભાળિયા અકિલા 

(7:12 PM IST)