<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ખંભાળિયામાં પોરગેટ પાસે નગરપાલિકાની જૂની પાણી પુરવઠાની એક ઓરડીમાં આવેલ ખાડામાં એક લાશ મળતા ભારે ચકચાર

રસ્તાની બાજુમાં આ લાશ મળી આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટીયા પડ્યા

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયામાં પોરગેટ પાસે નગરપાલિકાની જૂની પાણી પુરવઠા ની એક ઓરડીમાં આવેલ ખાડામાં એક લાશ મળી આવતા ભારે ચકચાર જાગી છે

   ખાડામાં ગંદકી અને કચરાવાળા પાણીની અંદર આ લાશ પડી હોય જાણ થતા ખંભાળિયા પીઆઇ દેસાઈ તથા સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને બોલાવી લાસ્ટ ને કાઢવા માટે તજવીજ હાથ ધરી છે રોડ પર આવેલા રસ્તાની બાજુમાં આ લાશ મળી આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટીયા હતા  આત્મ હત્યા કે હત્યા છે તે હજી કંઈ બહાર આવ્યું નથી ડેડબોડી કાઢીને પીએમ કરવા માટે પોલીસે વ્યવસ્થા હાથ ધરી છે  લાશ પુરુષ ની છે

(9:02 PM IST)