<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગીર સોમનાથમાં ૧૩૫ અસામાજીક તત્વોનું લીસ્ટ તૈયાર: કડક કાર્યવાહી કરાશે : વ્યાજખોર, ખંડણીખોર, મીલ્કત વિરોધી ગુના, લુખ્ખાગીરી કરતા અનેકની તપાસ

બેંક ખાતા, ધંધાના સ્થળો મીલ્કતોની તપાસ કરાશે : એસ.પી મનોહરસિંહ

વેરાવળ :રાજય સરકાર નો સુચનાથી જીલ્લામાં અસામાજીક તત્વો, ગુડા તત્વોની સામે કડક કાર્યવાહી કરવા માટે એસ.પી દ્વારા જીલ્લામાં કાર્યવાહી શરૂ કરાયેલ છે ૨૦૨૪ માં ગુજસીટોક ના ચાર ગુનામાં ૩૧,આગનાઈઝ કાઈમ ૬, ગૌવંશ ૪ કુલ ૪૦ જેટલા આરોપીઓ જેલમાં છે કોમ્બીગ દરમ્યાન ત્રણ ધરોમાંથી હથીયારા મળી આવેલ છે વેરાવળ શહેર માં ૨૧ આરોપીઓ સામે નજર રખાયેલ છે.


ગીર સોમનાથ જીલ્લા એસ.પી મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને જણાવેલ હતું કે રાજય સરકાર તેમજ પોલીસવડા ના આદેશ થી જીલ્લામાં ગુનાઓ ડામવા દરેક પોલીસ સ્ટેશનોમાં કામગીરી શરૂ કરાયેલ છે ડીવાયએસપી ખેંગાંર તેમજ એલસીબી,એસ.આ.જી સહીત ની ટીમો દરેક પોલીસ સ્ટેશન ના પી.આઈ,પી.એસ.આઈ અધિકારીઓ કર્મચારીઓ અસામાજીક તત્વો,રીઠા ગુનગારોનો ઈતિહાસ તપાસી લીસ્ટ બનાવી રહેલ છે અત્યાર સુધી માં ૧૩૫ની યાદી તૈયાર થયેલ છે હજુ પણ કામગીરી ચાલુ રહેશે પોલીસે કોમ્બીંગ કરેલ હતું તેમાં ત્રણ ધરોમાથી હથીયારો મળેલ છ જીલ્લાના શહેર, ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશના માં શરીર સંબધીત આચરતા તત્વો, મીલ્કત વિરોધી, વ્યાજખોરા, ખડણીખોર,ખનીજચોરી, ધાકધમકી આપતા માથાભારે ની યાદી બનાવી રહેલ છે તેની સામે કેટલા ગુના નોંધાયા છે કંઈ કંઈ ગગ છે કેટલા જામીન ઉપર છેટુલા છે તેને જામીન ભંગ કરેલ છેકે નહી જ ગુનેગારો જેલ માં છે તેની પણ વધારાની વિગતો ભેગી કરાઈ રહેલ છે જલ્લામાં બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી રહેલ છે.

એસ.પી મનોરહરસિંહ જાડેજાએ વધુ માં જણાવલ હતું કે આ જીલ્લામાં ૨૦૨૪ માં વેરાવળ,ઉના, કોડીનાર માં ગુજસીટોક ના ચાર ગુનામાં ૩૧ આરોપીઓ,આર્ગેનાઈઝ ક્રાઈમ માં છ,ગૌવંશ ૩ કુલ ૪૦ આરોપીઓ જેલ માં છે પાસાના કેસો ૨૦ થી વધારે કરેલ છે તડીપાર
પણ અનેક ને કરાયા છે પોલીસ વિભાગ દ્વારા ગમે તેવા ખુંખાર ગુનગારો હોય લખ્ખાગીરી કરતા હોય જમીન,મકાન પચવી પાડતા હોય કે તેમાં તેની સામેલગીરી હોય તેવા તમામ ની બેંક ખાતા મીલ્કતાની તપાસ કરવા માં આવશે ભુતકાળ માં તેમજ હાલમાં જે આરોપીના લીસ્ટ બનાવલ છ તેમના મકાનોના લાઈટ કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે જીલ્લાભરમાં ગુના ખોરી ડામવા માટે આકરા પગલા લેવામાં આવશે.

ગીર સોમનાથ જીલ્લામાં કોમ્બીગ શરૂ ગુનગારો સામે કાર્યવાહી

જીલ્લા પોલીસ વડા દારા જીલ્લાભર માં છેલ્લા ૩ વર્ષથી કડક કાર્યવાહી કરાતા ગુનાખોરી અકુશ માં આવેલ છે પણ હાલમાં રાજય પોલીસ વડા દ્વારા આદેશો અપાતા જીલ્લાભરમાં ૧૦૦ કલાક ના અભીયાન માં અનેક અસામાજીક તત્વોની યાદી બનાવી તેની ઉપર વોચ રાખવામાં આવો રહી છે કોમ્બીગ દરમ્યાન અનેક સામે પગલા લેવાયેલ છે તેમજ ૩ ધરોમાંથી હથીયારો પણ કબજે લેવાયેલ છે કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન રહેણાંક વિસ્તારોમાં તપાસ કેફીપીણુ પીધેલ હાલત માં મળતા શખ્સો સામે કાર્યવાહી તેમજ ત્રીપલ સવારી,બ્લક ફીલ્મ વાહન ચાલકો પાસેથી મોટો દંડ વસુલ કરવામાં આવશે દિવસો સુધી આ કાર્યવાહી કરવામાં આવશે.

(9:42 PM IST)