તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
અદાણી એનર્જી સોલ્યુસન્સનો મુંદ્રામાં ગ્રીન ઊર્જા ઉત્પાદન માટે ૨૮૦૦ કરોડનો પ્રોજેક્ટ
ભુજ સુધી ૭૫ કીમી લાંબી ૭૬૫ કેવીની ડબલ સર્કિટ લાઇન બનાવી બે સબ સ્ટેશનને જોડવાનું આયોજનઃ ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એમોનિઆનો પુરવઠો પૂરો પાડશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન એન્ડ વિતરણ કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી કંપની પોર્ટફોલિયોના એક ભાગ એવા અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (એઇએસએલ) એ આજે જણાવ્યું હતું કે અદાણી એનર્જી સોલ્યુશન્સએ પાવર ટ્રાન્સમિશન પ્રોજેકટ હાંસલ કર્યો છે જે ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એમોનિઆનો પુરવઠો પૂરો પાડશે. રુ.૨૮૦૦ કરોડનો આ પ્રકલ્પ ૩૬ મહિનામાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.
ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન/એમોનિયા મેન્યુફેક્ચરિંગ માટેના આ પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમમાં ૭૬૫/૪૦૦ કીલોવોટના બે મોટા ટ્રાન્સફોર્મર્સ ઉમેરીને અહીના ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરવાની યોજનાનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સબસ્ટેશનને ભુજ સબસ્ટેશન સાથે જોડવા માટે ૭૫ કિમી લાંબી ૭૬૫ કીલોવોટની ડબલ-સર્કિટ લાઇન બનાવવામાં આવશે.
આ પ્રકલ્પ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સમગ્ર ટ્રાન્
સમિશન આંતરમાળખામાં ૧૫૦ સરકીટ કિલોમીટર (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન અને ૩,૦૦૦ એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાનો ઉમેરો થશે, આ સાથે આ ક્ષમતા વધીને અનુક્રમે ૨૫,૯૨૮ સીકેએમ અને ૮૭,૧૮૬ એમવીએ થશે.
અદાણી એનર્જીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (ટીબીસીબી) મિકેનિઝમ હેઠળ આ પ્રોજેક્ટ જીત્યો છે. પીએફસી કન્સલ્ટિંગ લિ. ઓક્શન પ્રક્રીયાના કોઓર્ડિનેટર તરીકે હતી. આ પ્રકલ્પ માટેના સ્પેશિયલ પરપઝ વેહિકલને ૨૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ ખ્ચ્લ્ન્માં ઔપચારિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષમાં આ ૬ ઠ્ઠો ઓર્ડર હાંસલ કર્યો છે, જે બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સના ઓર્ડરબુકને રૂ. ૫૭,૫૬૧ કરોડે પહોંચાડે છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
