તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
શાપર-વેરાવળ પંથકના ૪૭ અસામાજીક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. રર :.. શાપર-વેરાવળ પોલીસે ૪૭ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરી હતી.
રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરતા ગુંડા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના આઇ. જી. પી. અશોકકુમાર યાદ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના તથા ગોંડલ ડીવીઝનના ડીવાયએસપી કે. જી. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પો. ઇ. આર. બી. રાણા એ પોલીસ સબ ઇન્સ. આર. ડી. સોલંકી તથા શાપર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમો તથા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
