News of Saturday, 22nd March 2025
ગોંડલના ત્રાકુડા ગામ પાસે કારમાંથી ર.પ૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
પોલીસે પીછો કરતા ચાલક કાર મૂકી છનનઃ ૬.પ૧ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને કાર નજરે પડે છે.
રાજકોટ તા. રર :.. ગોંડલના ત્રાકુડા ગામ પાસે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારનો પીછો કરતા ચાલક કાર મૂકી છનન થઇ ગયો હતો. પોલીસે ર.પ૧ લાખનો દારૂ અને કાર સહિત ૬.પ૧ લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિમકર સિંહે દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવળતી અંકુશમાં લેવા સુચના આપેલ હોય ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ડો.આઈ.પી.એસ ડો.નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા ડી-સ્ટાફના ે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગુંદાળા ગામે પહોંચતા એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની XUV ૫૦૦ ફોરવ્હીલ ગાડી શંકાસ્પદ આગળ જતી હોય જેનો પીછો કરતા સદરહુ કાર ચાલક જામકંડોરણા ગામ તરફ જતા રોડે અનીડા, ડૈયા અને ત્રાકુડા ગામ તરફ ગાડી ભગાડી દેવાબાપાના મંદિર પાસે તેની સફેદ કલરની ફોવવ્હીલ XUV કાર નં. GJ-૦૩-EL-૩૯૫૯ મુકીને નાશી ગયેલ જે કારનો દરવાજો ખુલ્લો હોય અને કારની ચાવી અંદર હોય જેથી સદરહુ કાર અંદર ચેક કરતા કારની વચ્ચેની શીટમા તથા ડેકીમાં પાછળ જોતા ખાખી કલરના પુઠાના બોક્ષ ઇંગ્લીશ દારૂની પેટીઓ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૭૪ કિ.રૂા. ૨,૫૧,૭૫૦/- તથા મહિન્દ્રા કંપનીની XUV ૫૦૦ ફોર વ્હિલ ગાડી ની કિં.રૂા.૪,૦૦,૦૦૦/-ગણી એમ કુલ કિ.રૂ. ૬,૫૧,૭૫૦/- ના મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકાના એચ. સી. ધર્મેન્દ્રસિંહ જાડેજા, એચ. સી. જીતેન્દ્રસિંહ વાળા, પી. સી. રવિરાજસિહ વાળા, પી. સી. સંજયભાઇ મકવાણા તથા પી. સી. રણજીતભાઇ ધાધલ જોડાયા હતાં. (પ-રર)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
