તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
સાવરકુંડલામાં જાદુગરે ભગવાન શ્રી કળષ્ણનાં નામે શો ચાલુ કરતા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો
ઉગ્ર વિરોધ બાદ જાદુગરે ભગવાન શ્રી કળષ્ણનુ નામ દૂર કર્યુ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. રર :.. સાવરકુંડલા ખાતે મૂળ ગામ દામનગરના રહેવાસી અને અલગ અલગ શહેરો માં જાદુ ના શો નો વ્યવસાય કરતા મુસ્લિમ જાદુગરે સાવરકુંડલાના શૈક્ષણિક સંકુલ શ્રી એમ. એલ. શેઠ વ્યાયામ મંદિર ખાતે પોતાના જાદુ ના શો ભગવાન શ્રીકળષ્ણ જાદુગર ના નામથી ગઈ તારીખ ૨૦ /૩ /થી ચાલુ કર્યા હતા ભગવાન શ્રી ક્રિષ્ના નામ ધારણ કરી મુસ્લિમ જાદુગર પોતાના શો ચાલુ કરી રહ્યો હોવાની જાણ સાવરકુંડલાના વિશ્વ હિન્દુ પરિષદ ,હિન્દુ યુવા સંગઠન બજરંગ દળ વગેરે હિન્દુ સંગઠનો ને થતા તારીખ ૨૦ મીની રાત્રે શો ના ઉદ્ધાટનના સમયે જ બધા સંગઠનોના યુવાનોએ વ્યાયામ મંદિર ખાતે પહોંચી જઇ જાદુગરને સમક્ષ ભગવાન શ્રી કળષ્ણના નામથી શો ચાલુ કર્યા છે તેની સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને શ્રી કળષ્ણ ભગવાનનું નામ હટાવવા જોરદાર રજૂઆત કરી હતી જોરદાર રજૂઆતથી માહોલ પારખી જઇ જાદુગરે શો ની ટીકીટ અને શો સ્થળે લગાવેલા મોટા મોટા બેનર તેમજ શહેર ભરમાં જીઈબીના થાંભલે થાંભલે લગાવેલા જાદુગર કળષ્ણના નામના બેનર ઉપર રાતોરાત સફેદ પટ્ટા મરાવાનું ચાલુ કરી દીધું હતું હિન્દુ સંગઠનોના વિરોધ બાદ જાદુગરે ભગવાન શ્રી કળષ્ણ નુ નામ હટાવી લેતા મામલો શાંત પડી ગયો છે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
