તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ ટોલ રદ કરી ફરજિયાત મંથલી પાસ સિસ્ટમ શરૂ કરાય

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રરઃ હાલ જેતપુર રાજકોટ વચ્ચે સિક્સ લેન ની કામગીરી હાઈવે ની ચાલુ હોય અવારનવાર ઠેર ઠેર ટ્રાફિક જામના પ્રશ્નો બને છે જેતપુર થી રાજકોટ સવા કલાકમાં લોકો પહોંચતા તે હાલ અઢી કલાક જેવો સમય થઈ જાય છે હાઇવે ની ફિક્સ લેનની કામગીરી સામે લોકો માટે સર્વિસ રોડની જરૂર મુજબની સેવા અપાય ન હોય છતાં ટોલ બેફામ ઉઘરાવતો હોય લોકો લૂંટાઈ રહ્યા છે તેવી ફરિયાદો ઉઠેલ. ટોલ પ્લાઝા દ્વારા દરેક વખતે કોઈ પણ જાતની અગાઉથી જાણ વગર ટોલના દરમાં વધારો કે ઘટાડો કરી નાખવામાં આવે છે દરેક વખતે કોન્ટ્રાક્ટ બદલતા ભોગવવાનો વારો વાહન ચાલકોને આવે છે એક તરફ કેન્દ્ર સરકાર એવી જાહેરાત કરે છે કે ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે અને બીજી તરફ જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક લોકો માટે કોથળામાં પાનસેરી મારવા જેવી કહેવત કરી છે સ્થાનિક લોકોને પીઠડીયા ટોલનાકા પાસેથી પસાર થવા માટે લોકલ દસ રૂપિયા આપવા તેવું નક્કી કરાયેલ હતું જે એકાએક રદ કરી મંથલી પાસ ફરજિયાત કરી નાખવામાં આવેલ છે હવેથી સ્થાનિક લોકોને ૧૦ રૂપિયાના બદલે મહિના નો રૂપિયા ૨૫૫ નો પાસ લેવો પડશે આ અંગે એવું જાણવા મળેલ છે. જે અત્યાર સુધી ટોલ ઉઘરાવવામાં આવતો તેમાં ૨૫ ટકાનો ઘટાડો કર્યો છે તેની સામે લોકલ વાહન ચાલકોએ હવે દસ રૂપિયાના બદલે ફરજિયાત ૨૫૫ રૂપિયાનો મંથલી પાસ લેવો પડશે જેમાં એક માસ દરમિયાન અનલિમિટેડ વાહન પોતાનું પસાર કરી શકશે જે અગાઉ માત્ર ૧૦ રૂપિયામાં થતું તેના બદલે હવે વાહન માલિકોએ કાતો ૩૫ રૂપિયા અને કાતો મહિનાનો રૂપિયા ૨૫૫ નો પાસ લેવો પડશે.
આ અંગે શહેરની અગ્રણી ઔદ્યોગિક સંસ્થા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ ના હોદ્દેદારો જયંતીભાઈ રામોલિયા, છગનભાઈ ઉસદડીયા, હરેશભાઈ ગઢીયા, દીપુ ભાઈ જોગી, સહિતના દ્વારા આ મંથલી પાસ બાબતે હાઇવે ઓથોરિટી સાથે મીટીંગ કરી યોગ્ય કરવામાં આવશે તેવું જાણવા મળેલ.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
