News of Saturday, 22nd March 2025
ટંકારામાં દબાણ દૂર ક્યારે થશે?

ટંકારા,તા.૨૨ : ટંકારા નગરપાલિકાના હદ વિસ્તારમાં આડેધડ નિતી નિયમો નેવે મૂકીને ચૌમેર સરકારી જગ્યાએ ખડકાયેલ દબાણકર્તા ને નોટિસ ફટકારી જાતે દબાણ દુર કરવા બે દિવસનો સમય આપ્યો હતો પરંતુ પરીણામ શુન્ય હોય ત્યારે નાના વેપારીઓ અને રેકડી ધારકોએ વેકલ્પિક વ્યવસ્થા કરવા માટે આવેદન આપી ગાડી પાટા પર ઉતારવા પેતરો કર્યો હોવાનું શહેરના સભ્ય સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે ઉપરાંત નગરપાલિકા કોઈની શે શરમ કે શુભ મુહૂર્ત જોયા વિના આડેધડ ખડકાયેલ દબાણ દુર કરે એવી રાજકીય સામાજિક અને વેપારીઓ તથા રહિશો માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા નગરપાલિકા હદમાં ગેરકાયદેસર દબાણોમાં બનાવટી દુધની આઇટમ થી લઈને ખાણીપીણીમાં તેલ પાણી લોટ મસાલા સહિતની ખાધ્ય ચિજોમા તપાસ કરવામા આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે બિજી તરફ એક ચર્ચા એવી પણ છે કે સરકારી જગ્યાનું મસમોટુ ભાડુ વસુલવામાં આવે છે ત્યારે આ તમામ બાબતો અંગે ઉચ્ચ કક્ષાએથી ખાનગી તપાસ કરવા શાશક પક્ષના દિગજ્જ નેતાએ ઉપર સુધી ધ્યાન દોર્યું છે બિજી તરફ વેપારી મિત્રો જે તંત્ર ને વેરા સહિત દુકાન ખરીદી કરી લાખોનું રોકાણ કરે છે તેની સામે દબાણ કારોને એક પણ રૂપિયો ખર્ચ વિના કોઈ ફ્રુડ લાઈસન્સ કે વજનકાટા ની વેલિડિટી કે ગુણવતા વિના નફો રળી ખાતા હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકા દ્વારા નોન-વેજ ખાણીપીણી અને અન્ય ચીજોમાં રિતસર નોટિસ આપી છે પરંતુ હજુ કામગીરી અસરકારક ન હોય આ અંગે શહેરના સભ્ય સમાજમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
