<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

પૂર્વ કચ્છ પોલીસે ૨૬૨ ગુનેગારોને આપી ચેતવણી: સુધરી જજો નહીંતર કડક કાર્યવાહી માટે તૈયાર રહેજો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી  વિકાસ સહાય  તરફથી મળેલી સુચના ના આધારે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજીક પ્રવૃતિઓ જેવી કે, સરકારી જમીન ઉપર ગેરકાયદેસર  દબાણ કરવુ, ગેરકાયદે ડાયરેક્ટ વીજ કનેકશન, ગેરકાયદે નાણાકીય વ્યવહાર, ગેરકાયદે દારૂ -જુગારની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા,શરીર સબંધી તેમજ મિલકત સબંધી ગુનાઓ આચરતા ઈસમોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક  ચીરાગ કોરડીયા , સરહદી રેન્જ-ભુજ તથા .પોલીસ અધિક્ષક સાગર બાગમાર  પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં આવી પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં બે કે તેથી વધુ ગુનામાં પકડાયેલ શરીર સબંધી આરોપીઓ,મિલકત સબંધી આરોપીઓ તથા અસામાજીક તત્વોને આજરોજ પોલીસ હેડ કવાટર્સ ગાંધીધામ ખાતે બોલાવવામાં આવેલ. આમાં હાજર રહેલ ૨૬૨ આરોપીઓને મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર, સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ,  એલ.સી.બી પીઆઈ એન.એન.ચુડાસમા , એસ.ઓ.જી ડી.ડી.ઝાલા એલ.આઈ.બી., પોલીસ હેડ કવાટર્સ તથા  તમામ પોલીસ મથક ના પોલીસ  ઇન્સપેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર  હાજર રહેલ. આ મીટીંગમા પોલીસ અધિક્ષક સાગર બાગમાર  તમામ આરોપીઓને જણાવેલ કે ગુનો કરતા આરોપીઓ પોલીસની નજરમા હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓને અવારનવાર ચેક પણ કરવામાં આવે છે. જેથી તમામ આરોપીઓને ગુનાઓ ન આચરવા તથા હવે પછી ભવિષ્યમાં આવી ભુલો નહિ કરવા માટે તેમજ આવા ગુના કરવાથી પાછળ કુટુંબ, બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. જેથી તમામ આરોપીઓને હવે પછી ગુના નહિ આચરવા જણાવવામાં આવેલ અને જો ફરીથી આવા ગુનાઓ આચરવામાં આવશે તો પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવવામાં આવેલ અને તમામ આરોપીઓના રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોઝીયર્સ ફોર્મ ભરવામાં આવેલ.

(6:41 PM IST)