તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
જામનગર સહિત દેશભરમા ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર ૧૦૦ સંસ્થાઓમાં યોગ ઉત્સવ શરૂ : ITRA દ્વારા સામૂહિક યોગાભ્યાસથી સૌ થયા યોગમુગ્ધ
બહોળી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આવકારવા યોગાંજલી : સામૂહિક યોગાભ્યાસમાં 750ની સંખ્યામાં યોગ ઉત્સુકો જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩
જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા “યોગોત્સવ” ઉજવણીનું આયોજન તા. ૨૩-૦૩-૨૦૨૫ને રવિવારના રોજ શ્રી રાજમાતા ગુલાબકુંવરબા આયુર્વેદ પરિસર મેદાન ખાતે ITRAના ડાયરેક્ટર વૈદ્ય તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને સવારે ૬:૪૫ થી ૮:૧૫ સુધી કરવામાં આવ્યું હતું.
સામૂહિક યોગાભ્યાસમાં 750ની સંખ્યામાં યોગ ઉત્સુકો જોડાયા હતા. જેમાં ITRAના કર્મચારી અધિકારી તેમજ જામનગરીઓએ ઉપરાંત યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલ, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા, WHOના મનજીત સલુજા સહિત મહાનુભાવો એ જોડાઈ યોગાભ્યાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનજાગૃતિ સહ: યોગ સાથે લોકોને જોડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૦ દિવસપૂર્વે જ, ૧૦૦ શહેરોમા અને ૧૦૦ સંસ્થાઓ દ્વારા યોગોત્સવ થકી આગોતરી ઉજવણી શરૂ કરવામાં આવી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
