તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ખંભાળીયામા નકલી અધિકારી તરીકે માભો ઉભો કરનાર જીલ ભરતભાઈ પંચમતીયા ઝડપાયો : યુવતી કેશા કેતનભાઇ દેસાઇને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
સરકારી હોદો ન ધરાવતો હોય તેમ છતાં સેલેરીયો કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એડીએમ પ્રોબેશન લખાવ્યું હતું અને પોલીસ ની ગાડી જેવી લાલ લાઇટ લગાવી હતી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં નકલી અધિકારી તરીકે માભો ઉભો કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે તથા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી મુજબ જામ ખંભાળીયામાંના રામનાથ સોસાયટીના ગરબી ચોકમાં રહેતા જીલ ભરતભાઈ પંચમતીયા નામનો 25 વર્ષિય યુવક કોઇ સરકારી હોદો ન ધરાવતો હોય તેમ છતાં પોતાની સેલેરીયો કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી અને ડુપ્લીકેટ અધિકારીના બોર્ડ અને પોલીસ જેવી લાલ લાઇટ વાળી કારમાં એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એડીએમ પ્રોબેશન લખેલી અને પોલીસ ની ગાડી જેવી લાલ લાઇટ વાળી કાર પોલીસે ઝડપી પાડી છે જામ ખંભાળીયા પોલીસ મથકમાં જીલ પંચમતીયા, અને કેશા દેસાઇ નામની યુવતી વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે પોલીસે જીલ ભરતભાઈ પંચમતીયા ની અટકાયત કરી લેવામાં આવી છે તેમજ યુવતી
કેશા કેતનભાઇ દેસાઇ, નામની યુવતી ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
