<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

સરકારી અધિકારી ન હોવા છતાં પણ કાર ઉપર કલેક્ટર નું બોર્ડ તથા લાલ લાઈટ લગાવનાર ખંભાળિયાના જીલ ભરતભાઇ પંચમતીયા અને રાજકોટ સ્પીપા ક્ષેત્રીય તાલીમ કેન્દ્વના કેશા કેતનભાઇ દેસાઇની ધરપકડ

કારમાં આગળ લાલ કલરના બોડૅમાં ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) (PROBATION) લખેલ હતુ : પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ , રાજકોટ વિભાગ રાજકોટ, તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩

ખંભાળીયા ટાઉનમાં વિસ્તારમાં કાર ઉપર પોલીસની લાઇટ તથા ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) ના ખોટા હોદા વાળા બોડૅ લગાવનાર કુલ-૦૨ આરોપીઓને  ખંભાળીયા પોલીસે પકડી પાડ્યા છે.

પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ , રાજકોટ વવભાગ રાજકોટ, તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય  દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા અને અને વારંવાર પકડાયેલા ઇસમો ઉપર જરૂરત મુજબ અટકાયતી પગલાઓ લઇ કાયદેસરની કાયૅવાહી કરવા સુચનાઓ આપવામા આવેલ હતી.

 જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડો.હાદીક પ્રજાપતી , ખંભાળીયા વવભાગ ખંભાળીયા, નાઓએ ખંભાળીયા ડીવઝનમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ તથા અસમાજીક તત્વો ઉપર કાયૅવાહી કરવા માગૅદશૅન તથા સુચના આપવામા આવેલ હતી.

        જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એલ.દેસાઇ સાહેબ નાઓએ બીટ/ઓપી ઇન્ચાર્જ તથા સવેલન્સ સ્ટાફને ખંભાળીયા પો.સ્ટે. વવસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ તથા અસમાજીક તત્વો ઉપર કાયડવાહી કરવા માગૅદશૅન તથા સુચના આપવામા આવેલ હતી.

         ગઇ તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવેલન્સ સ્ટાફના કમૅચારીઓ તથા પો.સબ.ઇન્સ. વી.એમ.સોલંકી દેવભુમી દ્વારકા જીલ્લા ટ્રાફીક શાખા નાઓ પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળીયા રામનાથ સોસાયટીમાં બથીયા ચોક પાસે પાંજરાપોળની બાજુમાં એક ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની સેલેરીઓ કાર રજી. નં.GJ 03KP 9113 નંબર વાળી ટેકસી પાસીંગ નંબર પ્લેટ હોય. જે કારમાં આગળ લાલ કલરના બોડડમાં ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) (PROBATION) લખેલ તથા ગાડીની ઉપરના ભાગે પોલીસના સરકારી વાહનો જેવી લાઇટ લગાવેલ તથા પાછળની બાજુ પણ લાલ કલરના રેડીયમ સ્ટીકર માં R.A.C. & A.D.M. (PROBATION) લખેલ જોવામાં આવેલ જેથી આ કારના નંબર પોકેટકોપ એપ્પ્લકેશન વડે ચેક કરી કારના માલીકનો સંપકૅ કરવામા આવેલ હતો.               તપાસ દરમ્યાન પુછપરછ કરતા આરોપીઓ જીલ ભરતભાઇ પંચમતીયા ઉવ.૨૫ ધંધો-અભ્યાસ રહે.રામનાથ સોસાયટી, ગરબી ચોક પાસે, પાંજરાપોરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા અને  કેશા કેતનભાઇ દેસાઇ ઉવ.૨૬ ધંધો-સ્પીપા ક્ષેત્રીય તાલીમ કેન્દ્વ રાજકોટ રહે.આશુતોષ શેરી નં.૬ બ્લોક નં.૨૪ બી/૨ યુનીવસીટી રોડ, રોજકોટ મુળ રહે.બીલખા બીલનાથ શેરી તા.વીસાવદર જી.જુનાગઢ પોતે કોઇ રાજ્ય સેવક તરીકેનો હોદ્દો ધરાવતા ન હોય તેમ છતા કારમાં અધીકારીના બોડૅ તથા પોલીસની લાઇટ લગાવી કારનો પોતાના અંગત હેતુસર જાહેરમાં ઉપયોગ કરતા હોય જેથી નીચે જણાવેલ નામવાળા આરોપીઓ વવરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરી આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ. એમ.આર.બારડ દ્વારા હાથ ધરવામા આવેલ છે.

   આ. કામગીરી  પોલીસ ઇન્સ્પેક્ટર સી.એલ.દેસાઇ (ખંભાળીયા પો.સ્ટે.)પ્રા.પો.ઇન્સ. કે.એસ.ગોહીલ (ખંભાળીયા પો.સ્ટે.) પો.સબ.ઇન્સ. વી.એમ.સોલંકી (દેવભુમી દ્વારકા જીલ્લા ટ્રાફીક) ASI હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સવેલન્સ સ્ટાફ) પો.હેડ.કોન્સ. ભરતભાઇ માલદેભાઇ જમોડ (સવેલન્સ સ્ટાફ)પો.હેડ.કોન્સ. દદવ્યરાજવસિંહ પૃથ્વીરાજવસિંહ જાડેજા (સવેલન્સ સ્ટાફ)પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી (સવેલન્સ સ્ટાફ) પો.કોન્સ. યોગરાજવસિંહ દદલીપવસિંહ ઝાલા (સવેલન્સ સ્ટાફ)પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સવેલન્સ સ્ટાફ)પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા (સવેલન્સ સ્ટાફ) દ્વારા કરવામાં આવી છે

(12:49 PM IST)