તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન : નાઘેડી નજીક હાઇવે પર અજાણ્યા વાહને દંપતીને ટક્કર મારી: મહિલાનુ મોત
અજાણ્યા વાહનની ટક્કરને કારણે ટુ વ્હીલર સવાર દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે જેમાં એક મહિલાનુ મોત થયું છે. નાઘેડી નજીક હાઇવે પર અજાણ્યા વાહને ટુ વ્હીલર સવાર દંપતીને ટક્કર મારીને ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહનની ટક્કરને કારણે ટુ વ્હીલર સવાર દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ટુ વ્હીલર ચાલકને ગંભીર ઇજા થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
