તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મહેશભાઈ સૂબાનભાઈ મછારનુ ઝેરી દવાની અસર થતા મોત
વાડીએ જંતુનાશક દવા છાંટતા હતા ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું

ટંકારા તા.૨૩
ટંકારા મેઘપર ઝાલા ગામે વાડીએ જંતુનાશક દવા છાંટતા દવાની અસર થતા મોત થયું છે.
મેઘપર ઝાલા ગામની સીમમાં ૧૮ વર્ષીય યુવાન વાડીએ જંતુનાશક દવા છાંટતો હતો ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મહેશભાઈ સૂબાનભાઈ મછાર (ઉ.વ.૧૮) નામના યુવાન ગત તા. ૨૦ ના રોજ વાડીએ જંતુનાશક દવા છાંટતા હતા ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
