તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
પોરબંદરના વેપારી યુવાનની મોઝામ્બિકમાં હત્યા : થોડા દિવસ પહેલા અપહરણ થયું હતું
જનરલ સ્ટોર ચલાવતા વેપારી વિનય સોનેજીનું શોકવે સિટીમાંથી અપહરણ કરાયું હતું : હત્યા બાદ યુવાનનો મૃતદેહ દાટી દેવાયો હતો

આફ્રિકન દેશ મોઝામ્બિકમાં જનરલ સ્ટોર ચલાવતા પોરબંદરના વેપારીની કરપીણ હત્યા થઇ છે, થૉડા દિવસ પહેલા 36 વર્ષીય વિનય સોહન સોનેજી નામના યુવાનનું મોઝામ્બિક દેશના સોકવે સીટીમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. ગત 3 માર્ચના રાત્રિના વિનય જ્યારે પોતાની દુકાન બંદ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે કારમાં સવાર અપહરણકારોએ ફાયરિંગ કરી અપહરણ કર્યુ હતુ
ગત . 3 તારીખની રાતે બનેલા આ બનાવ બાદ આટલા દિવસો વિતવા છતા હજુ સુધી અપહરણકારો દ્વારા પરિવારજનોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિવારજનોએ આ અંગે પોરબંદરના સાંસદ તથા ધારાસભ્ય સહિત વિદેશ મંત્રાલયને તથા પીએઓ સહિતને લેખિત રજુઆત કરી હતી
દરમિયાન આ યુવાનની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દેવાયો હતો, યુવાનનો મૃતદેહ આજે પોરબંદર પહોંચશે .
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
